તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શહેરના 4000 તબીબો હડતાળ ઉપર ઉતરતા દર્દીઓ અટવાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પશ્ચિમ બંગાળમાં તબીબો પર થયેલા હુમલાના વિરોધમાં સમગ્ર દેશના તબીબો સોમવારે સવારે 6:00 વાગ્યાથી 24 કલાક માટે હડતાળ પર ઉતર્યા હતા. . સિવિલ અને સ્મીમેર હોસ્પિટલ સહિત શહેરની 200 હોસ્પિટલોના 4000 જેટલા તબીબો હડતાળ માં જોડાયા હતા. તબીબોની આ હડતાળને પગલે દર્દીઓને હાલાકીનો સામનો કરવાનો વખત આવ્યો હતો. જોકે સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં ઓપીડી સહિતની સારવાર દર્દીઓને યથાવત મળી હતી.

પશ્ચિમ બંગાળમાં તબીબો પર થયેલા જીવલેણ હુમલાના વિરોધમાં ઈન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા દેશ વ્યાપી હડતાળનું એલાન કરાયું હતું. સોમવારે સવારે 6:00 વાગ્યાથી 24 કલાક માટે જાહેર કરાયેલી આ હડતાળ માં શહેરમાં ઈન્ડિયન મેડિકલ એસોસિએશન સાથે જોડાયેલા 3500 તબીબો તેમજ સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલના 500 જેટલા રેસિડેન્ટ તબીબો પણ આ હડતાળ માં જોડાયા હતા. જેની સીધી અસર શહેરમાં રોજ ઓપીડી સારવાર લેતા 20 હજાર જેટલા દર્દીઓની સારવાર પર થઈ હતી. જોકે સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલમાં ઓપીડી સહિતની તમામ સેવાઓ યથાવત ચાલુ રહી હતી. રેસિડેન્ટ તબીબોની અછતને કારણે કેટલીક ઓપીડીઓમાં લાંબી લાઈનો જોવા મળી હતી તેમજ દર્દીઓને સામાન્ય હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે ખાનગી હોસ્પિટલોમાં ઓપીડી સદંતર બંધ રહી હતી.

સિવિલ સ્મીમેરમાં તબીબો અને નર્સિંગ એસોસિયેશન દ્વારા રેલી કાઢવામાં આવી
તબીબો પર થયેલા હુમલાના વિરોધમાં હડતાળ પર ઉતરેલાં તબીબો દ્વારા વિવિધ કાર્યક્રમો આપવામાં આવ્યા હતા. જેમાં વિરોધ પ્રદર્શનની સાથે સાથે ડ્રામા દ્વારા દર્દીઓમાં સારવાર બાબતે તેમજ ફાયર સેફ્ટી બાબતે જન જાગૃતિના પ્રયાસો કરાયા હતા. હડતાળને નર્સિંગ એસોસિએશને પણ ટેકો આપ્યો હતો અને રેલી કાઢી નર્સોએ પણ વિરોધ વ્યકત કર્યો હતો.

મેડિકલ કોલેજના 37 અને બહારથી ડેપ્યુટ કરેલા 43 તબીબોએ કમાન સંભાળી
રેસિડન્ટ તબીબો હડતાળ પર ઉતરતા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને કોઈ પણ તકલીફ વગર સારવાર મળી રહે તે માટે મેડિકલ કોલેજના 37 તબીબો તેમજ સીએચસી, પીએચસીમાં ફરજ બજાવતા 43 જેટલા તબીબોને સિવિલ હોસ્પિટલમાં ડેપ્યુટ કરી દેવાયા હતા. જેને કારણે દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો ન હતો.

અન્ય સમાચારો પણ છે...