તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મશીન ઈમ્પોર્ટ કરનારાઓની વ્યાજ સબસિડીની 4 હજાર અરજી પેન્ડિંગ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહારાષ્ટ્ર, કર્ણાટકની ટેક્સટાઈલ પોલીસીના કારણે સુરતના ઉદ્યોગકારોએ વીજ સબસિડીમાં રાહત આપતી વીજ સબસિડી માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલને 6 મહિના સુધી રજૂઆતો કરી હતી. જેના પગલે તા.10મી જાન્યુઆરી-2018એ રાજ્ય સરકારની ટેક્સટાઈલ પોલીસી અમલમાં મુકાઇ જેને એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે. આમ છતાં ઉદ્યોગકારોની કમનસીબી છે કે એક વર્ષ બાદ પણ વીજ સબસિડીનો કે ઈન્ટરેસ્ટ સબસિડીનો લાભ 4 હજાર અરદારોને મળી શક્યો નથી.

નવા યુનિટ્સ સ્થાપવા નવી મશીનરી ઈન્સ્ટોલ કરી સબમીટર પણ અલગ કરી વેબસાઈટ પર રજિસ્ટ્રેશન કર્યું હોવા છતાં સુરતના એક પણ ઉદ્યોગકારને વીજ સબસિડી મળી નથી. મશીનરી ઈન્સ્ટોલ કરનાર ઉદ્યોગકારે લીધેલી લોન પૈકી 6 ટકા ઈન્ટરેસ્ટ સબસિડી પણ આપવામાં આવી નથી. આ અંગે તજજ્ઞ રાજીવ કપાસિવાલાએ કહ્યું કે શહેરમાં 1 વર્ષમાં શટલ, એરજેટ, વોટરજેટ, રેપિયરના 25 હજારથી વધુ મશીનો ઈન્સ્ટોલ થયા છે. આ પૈકી 4 હજારથી વધુ ઉદ્યોગકારોને લોન સામે 6 ટકા લેખે વ્યાજ સબસિડી આપવાની સરકારની જાહેર થયેલી પોલીસીમાં સમાવેશ થવા છતાં લાભ મળ્યો નથી.

ટેક્સટાઈલ પોલીસીને એક વર્ષ પૂર્ણ થવા છતાં વીજ સબસિડી અને ઈન્ટરેસ્ટ સબસિડીમાં ઉદ્યોગકારોને લોલીપોપ અપાયાનો આક્ષેપ
મરતી કાપડ ઈન્ડસ્ટ્રી હક આપો સરકાર
ઈન્ડસ્ટ્રિયલ પોલીસીની મુદ્દત 6 માસ લંબાવાઇ
વીવર્સ અગ્રણી મયુર ગોળવાળાએ જણાવ્યું હતું કે, રાજ્યની નવી ઈન્ડસ્ટ્રિયલ પોલીસી વર્ષના આરંભે જાહેર થવાની હતી. જુની પોલીસીને 6 માસ લંબાવાઇ છે. આ પોલીસીની શરત એવી પણ છે કે, જેમણે ટેક્સટાઈલ પોલીસીમાં લાભ લીધો છે તેમને ઈન્ડસ્ટ્રિયલ પોલીસીમાં આવતી કેપિટલ કે ઈન્ટરેસ્ટ સબસિડીનો લાભ મળતો નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો