400 ખાનગી શાળા સોમવારે બંધ, હજારો છાત્રોનો અભ્યાસ બગડશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ત્રણ દિવસ પહેલા સરથાણા આશાદીપ વિદ્યાલયના શિક્ષક વિપુલ ગજેરાને વાલીઓએ કોલર પકડીને વર્ગમાંથી બહાર કાઢીને લાકડીથી મારવાના વિરોધમાં શહેરની 400 ખાનગી શાળા સોમવારના એક દિવસ માટે શૈક્ષણિક કાર્ય બંધ રાખીને હજારો વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય બગાડવા જઈ રહી છે. તે સાથે વરાછાની 56 શાળાના શિક્ષકો રજા પર ઊતરી પડ્યાની સાથે શનિવારે સાંજે શિક્ષકો સીમાડા નાકાથી રેલી કાઢવા જઈ રહ્યા છે. શિક્ષણવિદોના કહે છે, શાળાઓનો વિરોધ યોગ્ય હોય શકે, પરંતુ તેમણે જે રીત અપનાવી છે. તે યોગ્ય નથી. જેમાં હજારો વિદ્યાર્થીઓના શિક્ષણ સાથે ચેડાં છે.

સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ દિપક રાજ્યગુરૂ કહે છે કે, વિદ્યાર્થીઓના શિક્ષણ અને શિક્ષકોની સુરક્ષા મામલે મંડળની શુક્રવારની બેઠકમાં 30 સપ્ટેમ્બર, 2019ના સોમવારના એક દિવસ માટે શાળા બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

વિરોધ યોગ્ય છે, પણ પદ્ધતિ ખોટી
શિક્ષણવિદ અને શહેરની ગ્રાન્ડેડ શાળા મંડળના અધ્યક્ષ દિનકર નાયક જણાવ્યું હતું કે, આ ઘટના ખૂબ જ ખરાબ છે. આવી ઘટના નહીં બનવી જોઇએ. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળનો વિરોધ યોગ્ય છે. પરંતુ પધ્ધતિ ખોટી છે. વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્ય નહીં બગડે તેવી રીતે વિરોધ કરવો જોઇએ, તેવું મારુ માનવું છે.

અન્ય સમાચારો પણ છે...