તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફેબ્રુ.માં પોલિશ્ડ ડાયમંડના એક્સપોર્ટમાં 40 % ઘટ, ઉનાળુ વેકેશન ખેંચાય તેવી વકી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

કોરોના વાયરસની અસર ચીન-હોંગકોંગ સહિતના અન્ય દેશોમાં થઈ ચૂકી છે ત્યારે તેની સૌથી મોટી અસર સુરતના ડાયમંડ ઉદ્યોગને પડી છે. ફેબ્રુઆરી-2020માં થયેલો કટ અને પોલિશ્ડ ડાયમંડનો એક્સપોર્ટ 40 ટકા સુધી ઘટી ગયો છે. ત્યારે અત્યાર સુધી કારીગરો-કર્મચારીઓને સાચવીને બેઠેલા હીરા ઉદ્યોગકારોને આર્થિક સંકડામણ નડે તો ઉનાળામાં પણ લાંબુ વેકેશન પડી શકે તેની ચિંતા જોવા મળી છે.

જીજેઈપીસી દ્વારા પ્રસિદ્ધ થયેલા અહેવાલ પ્રમાણે જેમ એન્ડ જ્વેલરી સેક્ટર 20.26 ટકા ડાઉન ગયું છે. ફેબ્રુઆરી 2019ની સરખામણીએ ફેબ્રુઆરી 2020માં કુલ એક્સપોર્ટમાં મસમોટો ઘટાડો નોંધાયો છે. જેમાં કટ અને પોલિશ્ડ ડાયમંડની વાત કરીએ તો ફેબ્રુઆરી-19માં 16,667.94 કરોડનો એક્સપોર્ટ નોંધાયો હતો. જેમાં 40.66 ટકાના ઘટાડા સાથે ફેબ્રુઆરી 2020માં પોલિશ્ડ ડાયમંડનો એક્સપોર્ટ 9897.14 કરોડ રહેવા પામ્યું છે. જ્યારે એપ્રિલ થી ફેબ્રુઆરી 2019 દરમિયાન થયેલો પોલિશ્ડ ડાયમંડનો એક્સપોર્ટમાં પણ 18.71 ટકાનો ઘટાડો નોંધાયો છે.જોકે, ગોલ્ડ જ્વેલરીમાં વિપરીત સ્થિતિ જોવા મળી રહી છે. ફેબ્રુઆરી 2020માં ફેબ્રુઆરી 2019ની સરખામણીએ એક્સપોર્ટ 7.27 ટકા વધ્યો છે. જ્યારે એપ્રિલ 2019 થી ફેબ્રુઆરી 2020 દરમિયાન રફ ડાયમંડનું પણ ઈમ્પોર્ટ 13.43 ટકા ઘટી ગયું છે. અત્યાર સુધી એક જ વર્ષના ટૂંકાગાળામાં પોલિશ્ડ ડાયમંડનું એક્સપોર્ટ 40 ટકા ઘટ્યું હોઈ તેવો પ્રથમ બનાવ વર્ષ 2008 પછી સામે આવ્યો છે. જેના કારણે આવનારા દિવસમાં પેમેન્ટના અભાવના કારણે કારીગરો છુટા થવાની સાથે કેટલાંક નાના યુનિટ્સ બંધ થાય તેવી પણ વકી છે. ઉલ્લેખનીય છે કે, હાલ ડાયમંડ બજારમાં એક પણ યુનિટ બંધ થયુ નથી પરંતુ ટ્રેડર્સ, મેન્યુફેક્ચરર્સ અને બ્રોકર્સ પાસે માત્ર 10 થી 15 ટકા જેટલું જ કામ છે. જે આવનારા દિવસમાં રૂપિયાની અછતને કારણે ઘટે તેવી વકી છે. જેના કારણે ઉનાળું વેકેશનની તૈયારીઓ રાખવામાં આવી રહી છે.

આ અંગે GJEPCના રિજીયોનલ ચેરમેન દિનેશ નાવડિયા કહે છે કે, કોરોનાની ઈફેક્ટના કારણે મુખ્ય માર્કેટ સમાન હોંગકોંગ-ચીનનો વેપાર અટકી ગયો છે.

બોર્ડ એક્ઝામ પૂર્ણ થશે પછી વેકેશનની ચિંતા છે


અત્યારે તો નાના ઉદ્યોગકારોની માટે સ્થિતિ કફોડી તો છે, જોકે હમણાં માર્ચ-એપ્રિલમાં શાળાઓમાં બાળકોની એક્ઝામ ચાલશે. હજુ સુધી પેમેન્ટની સમસ્યા નડી નથી. પરંતુ આવનારા દિવસોમાં સ્થિતિ વધુ બગડે તો મે માસમાં હીરા બજારમાં પણ વેકેશન પડે તેવી ચિંતા છે. > હરેશ ઝડફીયા, હીરા ઉદ્યોગકાર


હાલમાં ઉદ્યોગકારોએ કારીગરોને સાચવ્યા છે

2 માસની સ્થિતિ જાન્યુઆરી પછી સ્લો ડાઉનની હોય છે, એટલે પહેલેથી જ સુરત-મુંબઈના હીરા ઉદ્યોગકારોની તૈયારી રહેતી હોઈ છે પણ કોરોના કારણે સ્થિતિ વધુ વકરી છે. આ કિસ્સામાં તો ઉદ્યોગકારોએ રત્નકલાકારોને સાચવી રાખ્યા છે. > પ્રવિણ નાણાવટી,માજી પ્રમુખ ચેમ્બર અને સુરત ડાયમંડ એસોસિએશન

એક્સપોર્ટ ઘટે એટલે પેમેન્ટ નહીં છુટે,
જેની અસર આવનારા મે માસમાં દેખાશે


હીરાની સાઈકલ પ્રમાણે, વિદેશથી રફ ડાયમંડ આવે તેમાં 20 ટકા વેલ્યુએડીશન થાય, તે વેલ્યુએડીશનનું કામ જોબવર્ક તરીકે નાના ઉદ્યોગકારો કરતાં હોઈ છે. જોબવર્ક કર્યા બાદ ટ્રેડર્સ અને મોટા ઉદ્યોગકારો પાસે હીરા વેચાણ માટે જાય છે. વેચાણ કે એક્સપોર્ટ થાય એટલે હીરાનું પેમેન્ટ છુટે અને પેમેન્ટ છુટે એટલે રફ ડાયમંડની ખરીદી થાય. હવે 15મી જાન્યુ.પછી ચીન માર્કેટમાં 1 માસનું વેકેશન હતું અને ત્યાર પછી કોરોનાની અસરને કારણે અત્યાર સુધી ઉદ્યોગકારોએ એક થી બે માસનો હીરાનો સ્ટોક કરાવી રાખ્યો હતો. જેને પગલે હજુ સુધી હીરા ઉદ્યોગમાં કોઈ મોટી અસર દેખાય નથી. પરંતુ જો હજુ 10 થી 15 દિવસ સ્થિતિ આમની આમ રહે તો મે માસમાં વેકેશનની સ્થિતિ સર્જાશે. > -નિલેશ બોડકી, હીરા ઉદ્યોગકાર


કોરોના ઇફેક્ટ: વિદેશથી આવતું પેમેન્ટ અટકતાં હિરા ઉદ્યોગમાં ચિંતા

કારીગરોને સાચવીને બેઠેલા હીરા ઉદ્યોગકારોને આર્થિક સંકડામણ નડે તો વેકેશન લંબાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો