તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાપડ ખરીદી 4 વેપારીઓએ રૂ. 6.99 લાખની ઠગાઇ કરી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરના નાના વરાછામાં દિવ્ય કુંજ એપાર્ટમેન્ટ ખાતે રહેતા જયસુખ રામજી મહેતા રિંગરોડ સ્થિત ગ્લોબલ પોઇન્ટમાં ગ્લોબલ ટેક્ષટાઇલ તથા મિલન ટેક્ષટાઇલના નામ પેઢી ધરાવે છે અને કાપડ ફેબ્રિકેશનનો વ્યવસાય કરે છે. વર્ષ 2014માં તેની દુકાને શિવકૃપા માર્કેટમાં કાનુડા ટેક્ષ ફેબના નામે દુકાન ચલાવતાં દીપક પનસારી, રાઠી પેલેસમાં આવેલા પાલવ સિન્થેટિક્સના સંચાલક દિનેશ પ્રેમજી લાઠીયા તથા મુંબઇના એમ.એન. સિન્થેટિક્સના નામે ધંધો કરતા બિપીન નાગરદાસ મહેતા અને તેનો પુત્ર નિરજના સંપર્કમાં આવ્યા હતા. આ ચારે વેપારીઓ અવાર નવાર જયસુખ મહેતાની દુકાન પર આવતાં હતા અને પોતે કાપડનો મોટો ધંધો કરતા હોવાનું કહી વિશ્વાસ કેળવી લીધો હતો. બાદમાં દીપક પનસારીએ તા.16 અને 17 એપ્રિલ-18 દરમિયાન રૂ.2,79,276નું કાપડ, દિનેશ લાઠીયાએ રૂ.1,69,936નું તથા મહેતા પિતા પુત્રએ 31-મે-18થી તા.8 ફેબ્રુઆરી-18 દરમિયાન રૂ.2,50,556 મળી કુલ રૂ.6,99,768ની કિંમતનું કાપડ ખરીદી તેના પૈસા નહીં ચુકવી વિશ્વાસઘાત કર્યો હતો. બનાવ અંગે સલાબતપુરા પોલીસે આ ચારેય ઠગ વેપારી વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો