તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાપોદ્રામાં 4 દુકાનના તાળા તૂટ્યા, રૂ. 47 હજાર ચોરાયા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

કાપોદ્રામાં કારગીલ ચોક પાસે શિવશક્તિ સોસાયટીમાં બુધવારની વહેલી સવારે ત્રાટકેલા તસ્કરોએ ચાર દુકાનોના તાળા તોડી 47 હજાર રૂપિયા ચોરી કરી હતી.

યોગી ચોક પાસે શિવદર્શન સોસાયટી-2માં રહેતા સાગર જયંતી પાનસુરીયા કારગીર ચોક પાસે શિવશક્તિ સોસાયટીમાં સોમનાથ મટેરિયલ્સ નામથી સ્ટોન મટેરિયલ્સનો વેપાર કરે છે.બુધવારે વહેલી સવારે તસ્કરોએ તેમની દુકાનનું શટર ઉંચું કરીને 8 હજાર રૂપિયા ચોરી કરી લીધા હતા. બાજુમાં આવેલ ખોડિયાર કોઠી આઈસ્ક્રિમ નામની દુકાનમાંથી 3 હજાર રૂપિયાની અને દેવીકૃપા સ્ટોન મટેરિયલ્સ નામની દુકાનમાંથી 3 હજાર રૂપિયા અને ઇલાજ મેડિકલ નામના દુકાનમાંથી પણ ચોરી થઈ છે. કુલ 47 હજાર રૂપિયાની ચોરી કરીને તસ્કરો ભાગી ગયા હતા. સીસી કેમેરામાં તસ્કરો ચોરી કરવા આવ્યા હોવાનું દેખાય છે. સાગર પાનસુરિયાએ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો