તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

4 જ્યૂરીએ તપાસ્યા ‘જુનિયર એડિટર - 4’ના ન્યૂઝ પેપર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટી રિપોર્ટર citybhaskarsurat@gmail.com

દિવ્યભાસ્કર દ્વારા આયોજિત ન્યુઝપેપર મેકિંગ એક્ટિવિટી‘જુનિયર એડીટર-4’ અંતર્ગત સમગ્ર રાજ્યથી વિદ્યાર્થીઓથી મોકલેલા ન્યુઝ પેપરને તાપાસવામાં આવ્યા હતાં. 4 સદસ્યોની જ્યુરીએ સુરતમાં ત્રણ દિવસ સુધી બાળકોએ બનાવેલા ન્યૂઝ પેપર ચેક કર્યા હતાં. જેનંુ મુલ્યાંકન કર્યા પછી રાજ્ય કક્ષાના વિજેતા જાહેર કરવામાં આવશે. દિવ્યભાસ્કરે શાળાના વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય કક્ષાએ પોતાની આવડત બતાવવા ‘જુનિયર એડીટર -4’ નું આયોજન કર્યંુ હતું. ધોરણ પ્રમાણે ચાર અલગ અલગ કેટેગરીમાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો. 1થી 3 ધોરણનાં વિદ્યાર્થીઓેએ કેટેગરી ‘એ’, 4થી 6 ધોરણનાં વિદ્યાર્થીઓે કેટેગરી ‘બી’, તેમજ 7 થી 9 ધોરણના વિદ્યાર્થીઓએ કેટેગરી ‘સી’ અને 10 થી 12 ધોરણના વિદ્યાર્થીઓએ કેટેગરી ‘ડી’માં ભાગ લીધો હતો. દેશની અલગ અગલ શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

ડો.પ્રશાંત કારિયા, પિડિયાટ્રીક

તેઓ બાળકોના ડોક્ટર છે, પેરેન્ટિંગ પર પણ કામ કરે છે

રાજેશ મહેશ્વરી, એજ્યુકેશનાલિસ્ટ

જુનિયર એડિટરની જ્યુરી
તેઓ શિક્ષણની સાથે સામાજિક કાર્યોમાં જોડાયેલા છે

સંજય મહેતા, એજ્યુકેશનાલિસ્ટ

કંટ્રીસાઈડ સ્કૂલના પ્રિન્સિપાલ છે, સાથે વેલ્યુ એજ્યુકેશન પર કામ કરે છે.

રાજેશ્રી સ્માર્ટ, આર્ટીસ્ટ

આર્ટિસ્ટ છે અને સુરતના ચિત્ર જગત સાથે સંકળાયેલા છે.

અન્ય સમાચારો પણ છે...