તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

‘ઓફિસના દર 6 હજાર સ્કે.ફૂટ મુજબ નક્કી છતાં વધારો કેમ મંગાઇ રહ્યો છે’

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત ડાયમંડ બુર્સના સભ્યો સાથે રવિવારે પાલના સંજીવ કુમાર ઓડીટોરિયમ ખાતે મીટીંગ મળી હતી. હિસાબના મુદ્દે ડિરેક્ટરો અને સભ્યો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. સભ્યોના મતાનુસાર, ઓફિસની કિંમત માટે એડવાન્સમાં સ્કે.ફૂટ દીઠ દર નક્કી છતાં વધારો કેમ માંગવામાં આવી રહ્યો છે. જ્યારે ડિરેક્ટરોના મતાનુસાર, નહીં નફો નહીં નુકશાનના ધોરણે પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. ડિફરન્સની માંગવામાં આવેલી વધારાની રકમમાં બચત થશે તો તે સભ્યોને પરત કરાશે.

કેટલાક લોકોએ સભાનો માહોલ બગાડ્યો
સુરત ડાયમંડ બુર્સના પ્રવક્તા મથુર સવાણીએ જણાવ્યું હતું કે, હું બહારગામ હોઇ મીટીંગમાં ન હતો. જોકે, કેટલાક લોકોએ સભાનો માહોલ બગાડ્યો હતો. 4200 ઓફિસનાં નિર્માણનો ખર્ચ 4200 ઓફિસ ધારકોએ જ ઉપાડવાનો છે. જેનું સંચાલન 31 ડિરેક્ટર્સ કરે છે. જ્યારે કમિટી તૈયાર કરાઈ ત્યારે ડિફરન્સની રકમ બાબતે સભ્યોનું ધ્યાન દોરાયું હતું.

પાર્કિંગની જગ્યાને લઈને પણ વિવાદ હતો
પાર્કિગ માટે એસડીબી કમિટી દ્વારા ઓફિસ દીઠ એક ગાડીની જગ્યા અપાઇ છે. વધારાની જગ્યા માટે અલગથી ચાર્જ લેવાઇ રહ્યો છે. જે અંગે સભ્યોને જાણ કરાઈ હતી. તે વખતે 180 જેટલા સભ્યોએ વિરોધ કર્યો હતો. જેની સામે સમાધાન માટે બોલાવાયેલી મીટીંગમાં 11 સભ્યો જ હાજરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...