તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

‘તમે પેટ્રોલમાં કટ કેમ મારો છો ?’ પૂછતાં જ વરાછામાં પંપના કર્મીઓ તૂટી પડ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બટાકાની લારી ચલાવતા મદનશા ને પંપના કર્મચારીઓએ ભેગા મળીને માર્યોં.

ક્રાઈમ રિપોર્ટર | સુરત

વરાછા લંબેહનુમાન રોડ પર પેટ્રોલપંપ કર્મચારીઓની ગુંડાગર્દીનો વિડીયો સામે આ‌વ્યો છે. જેમાં બટાકાની લારી ચલાવતા મદનશા અર્જુનશા તૈલી પોતાની લ્યુનામાં 4 તારીખે સવારે પેટ્રોલ ભરાવવા માટે ગયા હતા. આ સમયે પેટ્રોલપંપના કર્મચારીને તેણે જણાવ્યું કે તમે પેટ્રોલમાં કેમ કટ મારી છે ’ એમ કહેતા કર્મચારીએ લારીવાળા સાથે માથાકૂટ કરી હતી. જોતજોતામાં આવેશમાં આવેલા કર્મચારીઓએ લારીવાળા પણ તૂટી પડયા હતાં. લારીવાળાને દોડાવી દોડાવીને માર માર્યો હતો. ઘવાયેલા લારીવાળાએ વરાછા પોલીસમાં ફરિયાદ આપી હતી. જેના આધારે પોલીસે પેટ્રોલપંપના બે કર્મચારીઓ સામે ગુનો નોંધ્યો હતો. જો કે પેટ્રોલપંપના સીસીટીવી કેમેરામાં તો બે કર્મચારીઓ સિવાય અન્ય કર્મચારીઓ પણ તેને મારતા દેખાય છે. હવે પોલીસ સીસીટીવી કેમેરાના આધારે તપાસ કરાવે તો 5 જેટલા કર્મચારીઓની સંડોવણી બહાર આવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...