તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

‘તું જેલમાં બાતમી કેમ આપે છે’ 5 કેદીએ એકને ફટકાર્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લાજપોર મધ્યસ્થ જેલની બેરેક નંબર 2માં કાચા કામના કેદીને મોબાઈલ પકડાવી દીધો હોવાના ખોટા વહેમમાં પાંચ કેદીઓએ માર માર્યો છે. સચિન પોલીસ સ્ટેશન દ્વારા પાંચ કેદીઓ વિરૂધ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે. લાજપોર જેલની બેરેક નંબર 2માં રખાતા વેદપ્રકાશ જગમોનહનસિંગ કુશ્વાહને 24મીના રોજ જેલબંધીના સમય દરમિયાન સાંજના સાડા સાતેક વાગ્યાના અરસામાં કાચા કામના કેદી કૈલાસ ઉર્ફે કેલ્યાએ બોલાવી ઝડતી સ્ક્વોર્ડને મોબાઈલની બાતમી આપી કેમ તથા તું જેલમાં બાતમી કેમ આપે છે કહી પાંચેક આરોપીઓએ તેને ઢીકામુકકીનો માર માર્યો હતો. બૂમાબૂમ કરતા જેલમાં સિપાઈઓ દોડી આવ્યા હતા અને કાચા કામના કેદીને બચાવ્યો હતો. આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સચીન પોલીસે કૈલાસ ઉર્ફે કેલ્યો આધાર રાજારામ પાટીલ, રાજ ઉર્ફે વાલ્મીક નીતિન સુરેશ પાટીલ, દયાવાન ઉર્ફે બંટી અશોક લાલચંદ પાટીલ, મધુકર ઉર્ફે મામા લોટન કોળી, કેશ ઉર્ફે કરણ ઉર્ફે ડમરૂ સુખદેવ બેસાણેની સામે ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...