તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘દીકરી જોઇતી હતી, દીકરો જન્મ્યો એટલે ત્યજી દીધો’

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
મોટ ભાગે દિકરીની તરછોડી દેવાનો બનાવો સાંભળવા મળતા હોય છે. પહેલી વખત દિકરાને તરછોડવાનો બનાવ બહાર આવ્યો છે. કતારગામ પોલીસે સિંગણપોરના વણઝારા વાસ તાપી નદી કિનારાની ઝાંડીમાં નવજાત દિકરાને ત્યજી દેનાર માતા-પિતાની ધરપકડ કરી છે.

આ વાત એવી હતી કે, ગઈ છઠ્ઠી ડિસેમ્બરે સિંગણપોર ગામના ટેકરા ફળિયામાં વણજારા વાસમાં રહેતો અને કાર્ટિંગનું કામ કરતો અજય વણઝાર મોડી રાત્રે તાપી નદીના કિનારાના પાળે બેસવા ગયો હતો. તેવામાં જ તેને નવજાત બાળકનારડવાનો અવાજ સંભળાયો હતો. દરમિયના તેને એક ઝાડીમાં નવજાત દિકરો મળી આવ્યો હતો. જેથી અજયે તરત જ પોતાનો શર્ટ કાઢીને બાળકને ઓઢાવીને તેના માતા-પિતાને શોધ્યા હતા. પણ કોઈ મળી ન આવતા તે અંતે પોતાના ઘરે લઈ ગયો હતો. જ્યાં અજયની માતા શાંતિબેને રડતા દિકરાને શાંત કરી જમાડીને નવી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. બીજી તરફ ઘટનાની જાણ પોલીસને થતાં તેઓ પણ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા. જ્યાં પોલીસે નવજાત દિકરાના માતા-પિતા સામે ગુનો નોંધી તેમને શોધવા માટેની તજવીજ હાથ ધરી હતી. દરમિયાન પોલીસને માહિતી મળી હતી અને તે આધાર પર તેમણે શનિવારની મોડી રાત્રે સિંગણપોર ટેકરા ફળિયામાં રહેતા ગંગાબેન વણઝારા અને તેના પતિ મંગુભાઈ વણઝારાની અટક કરીને તપાસ હાથ ધરી હતી. જેમાં દંપતિએ પોલીસ સમક્ષ પ્રાથમિક કબૂલાત કરી હતી કે, ‘દિકરી જન્મ લેશે તેવી આશા હતી, પરંતુ દિકરો આવ્યો એટલે ત્યજી દીધો. મારે પહેલેથી જ ત્રણ દિકરા છે.’ જે બાદ દંપતિ પોલીસ સમક્ષ રડી પડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો