તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

‘જેમને ગુરુની વાણીમાં ભરોસો નથી તેને ક્યારેય સિદ્ધિ મળતી નથી’

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દ્વાપરયુગમાં ભગવાન શ્રીકૃષ્ણની પરીક્ષા લેવા બ્રહ્માજીએ ગાયોની ચોરી કરી હતી. આથી તેના ફળસ્વરૂપે કળિયુગમાં ભક્ત નાભાજી તરીકે અવતાર લેવો પડ્યો હતો. તેનો બોધ છે કે ભગવાનની પરીક્ષા ન કરવી. ભગવાનના ચરિત્ર સમીક્ષાનો વિષય છે. ગૌરદાસ મહારાજે ભક્મમાળ કથામાં બોધ આપતા વેસુમાં આ શબ્દો કહ્યાં હતા.

વેસુના વીઆઈપી રોડ પર રામકૃષ્ણ સેવા સમિતી દ્વારા આયોજિત ભક્તમાળ કથામાં પ્રથમ દિવસે ભક્ત નાભાજીની કથા ગૌરદાસ મહારાજે કરી હતી. આ પ્રસંગે તેમણે કહ્યું કે, ભક્ત નાભાજી બાળપણથી નેત્રહીન હતા. પાંચ વર્ષની ઉંમરે માતા અને પિતાનો સ્વર્ગવાસ થયો. ત્યારબાદ અગ્રદાસ જેવા ગુરૂ મળી ગયા. જેમની કૃપાથી તેમણે ભક્તમાળ ગ્રંથની રચના કરી. તેઓ હમેશા ભગવાનને પ્રાર્થના કરતા કે મને હમેશા તમારા ચરણોમાં સ્થાન આપજો. આથી જ કહું છું સત્સંગ તો એક બહાનું છે,

જે બહાને મળે તે બહાને ભગવાનનું નામ લતા રહો. સૌભાગ્ય એક જ વાર દરવાજો ખટખટાવે છે. કોઈ માનવ જ્યારે સંતના હૃદયને પામી શકે તેમની કૃપા મેળવી શકે ત્યારે તેનું જીવન સફળ થાય છે. મહાપુરૂષોની કૃપા મળે તો જીવન સરળ થઈ જાય છે. જેમને ગુરૂની વાણીમાં ભરોસો નથી તેને ક્યારેય સિદ્ધિ મળતી નથી. સંસારમાં ગુરૂતત્વ એવું છે.

પ્રથમ દિવસે ભક્ત નાભાજીની કથા ગૌરદાસ મહારાજે કરી હતી.

રિલિજિયન રિપોર્ટર.સુરત

અન્ય સમાચારો પણ છે...