તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘ટ્રેનોમાં કાપડની ચોરી બહુ થાય છે, ટ્રક કરતાં ભાડું પણ વધારે છે’

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

સાંસદ સી.આર.પાટીલ, મુંબઈ ડિવીઝનના ડીઆરએમ, સુરત ડિવીઝનના સ્ટેશન ડાયરેક્ટર અને સીએમઆઈએ ટ્રેનના માધ્યમથી સાઉથ ગુજરાતની ઈન્ડસ્ટ્રિયલ બેલ્ટ પોતના ગુડ્સની ડિલીવરી કરે તેવો અનુરોધ કરતાં શનિવારે વિવિધ સેગમેન્ટના વેપારી વર્ગ સાથે મીટીંગ કરી છે. જેમાં કાપડ ઈન્ડસ્ટ્રિઝ વત્તી સાઉથ ગુજરાત ટેક્સટાઈલ ટ્રેડર્સ એસોસિએશન(એસજીટીટીએ) અને સુરત ટેક્સટાઈલ ગુડ્સ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના આગેવાનોએ હાજરી આપી ટ્રેનથી કાપડની ડિલીવરી કરવું અશક્ય હોવાની રજૂઆત કરી છે.

શનિવારે મળેલી મીટીંગમાં કાપડ વેપારી તરફથી હાજર રહેલા આગેવાનોએ રજૂઆત કરી હતી કે, ટ્રેનથી કે ટ્રાન્સપોર્ટરના ટ્રકથી સામાન મોકલવામાં આવે છે તો બંનેના સમયમાં કોઈ ફેર પડતો નથી. જેની સામે રેલવેની સેવાનો ઉપયોગ કરવામાં વેપારીઓ સામે ઘણી સમસ્યાઓ છે જે લાંબા સમયથી ઉકેલાઇ છે. આ અંગે સુરત ટેક્સટાઈલ ગુડ્સ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના આગેવાન યુવરાજ દેસલે જણાવે છે કે, ઘણાં વેપારીઓ પહેલાં રેલવેથી પોતાના કાપડનો જથ્થો મોકલતાં હતાં પરંતુ ટ્રેન સ્ટેશન પર મર્યાદિત સમય ઉભી રહેવાના કારણે સામાન ચઢાવવા-ઉતારવામાં તકલીફ પડતી હોઈ છે તેમજ મર્યાદિત જથ્થો જ ડિલીવરી કરવા માટે મોકલી શકાય છે. ગોડાઉનની અપૂરતી વ્યવસ્થાના કારણે સામાન ખરાબ થવાનો ભય રહે છે, તેમજ ચોરીની પણ ચિંતા વધી જતી હોઈ છે. જેના કારણે વેપારીઓએ છેલ્લાં 2-3 વર્ષથી રેલવેની સેવાનો ઉપયોગ ઓછો કર્યો છે. જોકે, હજુ પણ કેટલાક ટ્રાન્સપોટર્સ છે જે ટ્રેન મારફતે કાપડનો જથ્થો ડિલીવર કરતાં હોઈ છે. જેમાં નડતી સમસ્યાઓ અંગે અમે હાજર રહેલા પદાધિકારીઓને રજૂઆત કરી છે.

અપૂરતી ગોડાઉન વ્યવસ્થાથી પણ નુકસાન

DRM, સાંસદ પાટીલ, SGTTની બેઠકમાં વેપારીઓની હૈયાવરાળ

સુરત ટેક્સટાઈલ ગુડ્સ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના આગેવાન યુવરાજ દેસલે જણાવે છે કે, ઘણાં વેપારીઓ પહેલાં રેલવેથી પોતાના કાપડનો જથ્થો મોકલતાં હતાં પરંતુ ટ્રેન સ્ટેશન પર મર્યાદિત સમય ઉભી રહેવાના કારણે સામાન ચઢાવવા-ઉતારવામાં તકલીફ પડતી હોઈ છે તેમજ મર્યાદિત જથ્થો જ ડિલીવરી કરવા માટે મોકલી શકાય છે. ગોડાઉનની અપૂરતી વ્યવસ્થાના કારણે સામાન ખરાબ થવાનો ભય રહે છે, તેમજ ચોરીની પણ ચિંતા વધી જતી હોઈ છે. જેના કારણે વેપારીઓએ છેલ્લાં 2-3 વર્ષથી રેલવેની સેવાનો ઉપયોગ ઓછો કર્યો છે. જોકે, હજુ પણ કેટલાક ટ્રાન્સપોટર્સ છે જે ટ્રેન મારફતે કાપડનો જથ્થો ડિલીવર કરતાં હોઈ છે. જેમાં નડતી સમસ્યાઓ અંગે અમે હાજર રહેલા પદાધિકારીઓને રજૂઆત કરી છે.


{ ટ્રેનથી મોકલાતા કાપડની ચોરી સામે સમયસર FIR થતી નથી. જેથી સામાનનો ઇન્શ્યોરન્સ છતાં વેપારી ક્લેમ મેળવી શકતો નથી.

{ રેલવે સ્ટેશને અપૂરતી ગોડાઉન વ્યવસ્થાથી વાતાવરણની અસરથી સામાન ખરાબ થાય છે. ટ્રેનમાં માલ ચઢાવવા-ઉતારવાની અપૂરતી વ્યવસ્થાથી નુકસાન પણ થાય છે.

{ ટ્રકની સરખામણીએ રેલવેમાં વધારે ભાડું વધારે વસૂલાય છે.

{ જે સ્ટેશને ડિલીવરી થતી હોઈ ત્યાંથી 8 કલાકમાં કબજો મેળવવાની સમય મર્યાદા ઓછી પડે છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો