તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘આવકનો સાચો સ્ત્રોત બતાવ્યા પછી પણ ITની ડિમાન્ડ નોટિસ મળે તો કરદાતા અપીલ કરી શકશે’

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રિઝ અને ધી સધર્ન ગુજરાત ઇન્કમ ટેક્ષ બાર એસોસિએશનના સંયુકત ઉપક્રમે ચેમ્બર ખાતે અપિલ્સ ઓન ડીમોનિટાઇઝેશન ઇશ્યુઝ બીફોર સીઆઇટી એન્ડ ટેક્સ કલીનિક વિષય પર સેમિનાર યોજાયો, જેમાં સીએ મિતિષ મોદી અને પ્રજ્ઞેશ જગાશેઠએ જાણકારી આપી હતી. સીએ મિતીષ મોદીએ જણાવ્યું હતું કે, નોટબંધીનું વર્ષ 2016-17ને લગતી ઇન્કમ ટેક્સ કાયદા હેઠળની આકારણી હાલ ડિસેમ્બર 2019માં પૂરી થઇ છે ત્યારે આ સમયગાળા દરમિયાન હાઇપીચ એસેસમેન્ટ થાય છે. આવા સંજોગોમાં જે કરદાતાને સ્વીકાર્ય નહીં હોય ત્યારે તેને અપીલમાં જવાનું થાય છે. સૌપ્રથમ કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ ઓફ અપીલ્સને અપીલ કરવાની હોય છે. આ અપીલ કરતી વખતે ધ્યાનમાં રાખવાની તમામ જોગવાઇઓ અંગે તેમણે સમજણ આપી હતી. ગ્રાઉન્ડ્‌સ ઓફ અપીલ, એડીશનલ ગ્રાઉન્ડ્‌સ અને એડીશનલ ઇવીડન્ટ્‌સ કઈ રીતે તૈયાર કરવા તે વિશે માહિતી આપી હતી. આ સાથે જ સ્ટેટમેન્ટ ઓફ ફેકટ્‌સ કેવી રીતે તૈયાર કરી રજુ કરવું તથા કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ અપીલ્સને એન્હાન્સમેન્ટ તેમજ પેનલ્ટી કરવાની સત્તાઓ અંગે પણ સમજણ આપી હતી.સીએ પ્રજ્ઞેશ જગાશેઠે જણાવ્યું હતું કે, ઈન્કમટેક્સ દ્વારા ઉભી કરાયેલી ડિમાન્ડને અપીલમાં પડકારતા ખચકાટ કરવો જોઈએ નહીં. અપીલમાં જવાનો ખર્ચ માત્ર 1000 છે. સ્ટે મેળવવો હોય તો કુલ ડિમાન્ડના 20 ટકા રકમ ભરવી પડે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો