તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘પોલીસ અરજી પર કામ કરતી નથી’ આપઘાતનો પ્રયાસ કરનાર મહિલાનો આક્ષેપ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમરોલીની પરિણીતાએ પોલીસ મથકની બહાર જાહેરમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. અમરોલીની તાપી દર્શન સોસાયટીમાં રહેતી ગીતા સોલંકી (38)ના કહેવા મુજબ તેણીએ અમરોલી પોલીસ મથકમાં અરજી કરી હતી કે તેણીના પરિચિતે તેણીને વાતોમાં ફસાવી કટકે કટકે બે લાખ રૂપિયા અને ઘરેણાં લઈ લીધાં હતાં. બાદમાં રૂપિયા પરત કરવામાં ગલ્લા -ટલ્લા કરતા તેણીએ અમરોલી પોલીસ મથકમાં અરજી આપી હતી. જોકે, અમરોલી પોલીસે અરજી પર 2 મહિના સુધી કાર્યવાહી કરી ન હતી. જેથી કંટાળી ગત 21મીએ અમરોલી પોલીસ મથકની બહાર જ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. હાલ તેણીની સારવાર સ્મીમેર હોસ્પિટલમાં ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, તેણીને સારવાર માટે મેડિકલ વોર્ડમાં દાખલ કરાયા બાદ ફરજ પરની નર્સ એમએલસી ઇન્ફોર્મ કરવાનું ભૂલી ગઈ હતી અને 23મીએ નર્સે એમએલસી ઇન્ફોર્મ કરાવતા એમએલસી કાઉન્ટરના સ્ટાફ અને પોલીસ વચ્ચે માથાકૂટ થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો