તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુનિ.માં ‘નમો ઇ-ટેબલેટ’ વિતરણ સમારોહ મોકૂફ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત ઃ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ‘નમો ઈ-ટેબલેટ’ વિતરણ સમારોહ ઓચિંતો મોકૂફ કરાયો છે. જે હવે 12મી જાન્યુઆરી, 2020ના દિવસે યોજાનારો છે. તે સાથે આ જ દિવસે કોલેજોમાં પણ ‘નમો ઈ-ટેબલેટ’ વિતરણ સમારોહ યોજવા માટેનો આદેશ કર્યો છે.

સમારોહ મોકૂફ કરવા પાછળનું કારણ એવું ચર્ચાય છે કે શિક્ષણમંત્રી તારીખ આપે તે પહેલા જ કુલપતિએ સમારોહ યોજ્યો હતો. આ વાત એવી હતી કે, કેસીજીમાંથી ટેબલેટ આવ્યા પછી કુલપતિએ ડિસેમ્બર-2019ની 27મી તારીખે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને પત્ર લખી ‘નમો ઇ-ટેબલેટ’ વિતરણ સમારોહ યોજવા માટે તારીખ માંગી હતી. પણ તેમના મંત્રાલયથી કોઈ પણ ઉત્તર આવ્યો ના હતો. જોકે, પત્ર લખ્યાને ઘણો સમય થઈ ગયો હતો. જેથી તેમણે વિદ્યાર્થીઓને વહેલા ટેબલેટ મળે તે માટે 47માં યુવા મહોત્સવના મુખ્ય મહેમાન મુનાફ પટેલના જ હસ્તે ટેબલેટ અાપવાનો નિર્ણય લીધો હોવાની વાત જણાય આવી હતી. તેવામાં શિક્ષણમંત્રીને પત્ર લખ્યા હોવાની વાત બહાર આવતા જ તેમણે કાર્યક્રમને મોકૂફ કરીને 12મીએ યોજવાનો નિર્ણય લીધો હતો. આ સાથે ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓને પણ સમારોહમાં આવવા માટે ના પાડી હતી. કુલપતિએ પરિપત્ર કરીને 12મીએ એક સાથે કોલેજમાં કાર્યક્રમ યોજીને ટેબલેટ વિતરણ કરવાનો આદેશ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો