તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘સિટીઝન ફીડબેકથી જ ઈન્દોર સતત નંબર વન રહ્યું તો સુરત પણ બની શકે’

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર, સુરત | સ્વચ્છતા સર્વેક્ષણ 2020 માં સુરતને ગત વર્ષે છેક 14મો ક્રમ મળ્યો હતો ત્યાંથી આગળના ક્રમે વધારી નંબર વન અપાવવા માટે નાગરીકોના પ્રતિભાવો (સિટીઝન ફીડબેક)ના 1500 માર્કસ નિર્ણાયક રહેતાં હોય અતિ મહત્ત્વના પુરવાર થશે. સુરતને દેશમાં પ્રથમ ક્રમે લાવવા લોકોએ પોતાની લાગણી વ્યક્ત કરવાનો આ સમય આવ્યો છે.

કમિશનરે 1500 માર્કસ મેળવવા સુરતીઓની ભાગીદારીને મહત્વની ગણાવી
ઈન્દોર સિટી છેલ્લા ત્રણ વર્ષથી સતત નંબર વન રહેવા પાછળ સિટીઝન ફિડબૅક જ મહત્ત્વનું રહ્યું હોય સુરતીજનો વધુમાં વધુ SS2020 VoteForYourCity App, સિટીઝન ફિડબૅક વેબસાઈટ પર 7 પ્રશ્નોના પૉઝિટિવ પ્રતિભાવો અચૂકપણે આપે તેવી પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ અપીલ કરી છે. સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરતીજનોએ 1500 માર્કસ માટે પોતાની ભાગીદારી પુરવાર કરી પોતાનો અહમ રોલ અદા કરવો જોઈએ. એક સમય એવો પણ હતો જ્યારે દેશભરના મોટા શહેરો આપણા સુરતને જોવા માટે આવતાં હતાં, પાલિકાના ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનથી લઈ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, ખજોદ ડિસ્પોઝલ સાઈટો સહિતના પ્રોજેક્ટોની વિઝિટો લેવાતી હતી એટલું જ નહીં સ્વચ્છતા અંગે પણ ગુણગાન ગવાતા પરંતુ આપણા એ જ નંબર વન શહેરે પછડાટ ખાધી તેનું મનોમંથન કરવું જોઈએ. પાલિકા પણ તેથી તમામ તરફી યુદ્ધના ધોરણે પ્રયાસો કરી રહી છે લોકોએ હવે પોતાના પૉઝિટિવ પ્રતિભાવો આપવાનો સમય આવ્યો છે.

ફિડબેકમાં હજી 5માં ક્રમે ચાલતી પાલિકા | સમગ્ર ભારતમાં જે શહેરો મહત્તમ ભાગ લઈ ફિડબૅક આપશે તેવા શહેરોને અલગથી સ્વચ્છતા સર્વેક્ષણ 2020 ઍવૉર્ડ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. પરંતુ સુરત શહેર પાંચમાં ક્રમે ચાલી રહ્યું છેે સોમવારે સાંજ સુધીમાં 77,986 ફિડબૅક મળ્યા છે. પ્રથમ ક્રમે વિશાખાપટ્ટનમ 1,48,392 ફિડબૅક સાથે ચાલી રહ્યું છે ત્યાર બાદ બીજા ક્રમે કાનપુર 99,391, ત્રીજા ક્રમે આગ્રા અને ચોથા ક્રમે વિજયવાડા ચાલી રહ્યું છે.

સર્વેક્ષણની 2019 સુધીના ચાર વર્ષની સ્થિતિ
2016 | 73 સિટી, પ્રથમ મૈસુર, બીજુ ચંદીગઢ, ત્રીજુ તીરૂચિરાપલ્લી અને સુરત છઠ્ઠા ક્રમે. 7 માં ક્રમે રાજકોટ, 13 માં ક્રમે વડોદરા, 14 માં ક્રમે અમદાવાદ.

2017 | 434 સિટી, પ્રથમ ઈન્દોર, બીજુ ભોપાલ, ત્રીજુ વિશાખાપટ્ટનમ અને ચોથા ક્રમે સુરત, 10 માં ક્રમે વડોદરા, 14 માં ક્રમે અમદાવાદ, 18 માં ક્રમે રાજકોટ.

2018 | 4203 સિટી, પ્રથમ ઈન્દોર, બીજુ ભોપાલ, ત્રીજુ ચંદિગઢ, 12 અમદાવાદ, 14 સુરત, 35 રાજકોટ, 44 વડોદરા

2019 | 4203 સિટી, પ્રથમ ઈન્દોર, બીજુ અંબીકાપુર, ત્રીજુ મૈસુર, 6ઠ્ઠા ક્રમે અમદાવાદ, 9માં રાજકોટ, 14 મા સુરત, 79 ક્રમે વડોદરા

સુરત સહિત અન્ય પાલિકાએ ક્વાર્ટર-1 અને 2માં મેળવેલા માર્કસ
જાન્યુઆરીમાં મુખ્ય સરવે 4500 માર્કસનું હાથ ધરાશે | જાન્યુ.માં તારીખ 4 થી 31 સુધી સરવે ચાલશે તેમાં, ડાયરેક્ટ ઓબ્ઝરવેશનના 1500 માર્કસ, બીજા 1500 માર્કસ સર્ટીફિકેશનમાં ગાર્બેજ ફ્રી સિટી(જીએફસી)ના -1000 અને ઓડીએફ ડબલ પ્લસ, 7 સ્ટાર વોટર પ્લસના 500 તથા મહત્ત્વના સિટીઝન ફિડબેકના 1500 માર્કસ છે. આમ, કુલ 4500 માર્કસનું સરવે થશે. જ્યારે ક્વાર્ટર-1-2 અને 3ના એવરેજ રેન્કના 200 માર્કસ તથા સર્વિસ લેવલ પ્રોગ્રેસના 1300 મળી કુલ 1500 માર્કસ છે. એમ, કુલ 6 હજાર માર્કસ પર સ્વચ્છતા સર્વેક્ષણ રહેશે.

ક્વાર્ટર 1 ક્વાર્ટર 2

શહેર ક્લેમ માર્ક્સ મળ્યા માર્ક્સ રેન્ક ક્લેમ માર્ક્સ મળ્યા માર્ક્સ રેન્ક

સુરત 1736.00 1497.20 3 1615.00 1245.00 20

રાજકોટ 1713.00 1442.00 5 1920.50 1592.62 2

અમદાવાદ 1643.00 1406.00 7 1766.13 1468.95 6

વડોદરા 1436.45 1108.12 21 1828.00 1514.51 4

2020માં 10 લાખથી વધુ વસ્તીવાળા 53 શહેરો વચ્ચે સ્પર્ધા
1 લાખ સુધીની વસ્તીવાળી ત્રણ કેટેગરી

25 હજાર વસ્તીવાળા 2222 ગામો

25 થી 50 હજારમાં 969 ગામ

50 થી 1 લાખમાં 546 ગામો.

1 લાખથી વધુ વસ્તીવાળા સિટીની બે કેટેગરી

1 લાખ થી 10 લાખ સુધીના 436 સિટી અને

નવી કેટેગરી 10 લાખથી વધુ વસ્તીવાળા 53 દેશના મોટા શહેરો વચ્ચે સ્પર્ધા.

નવી કેટેગરીમાં 40 લાખથી વધુ વસ્તીવાળા સિટીને ઍવૉર્ડ કેટેગરીમાં મુકાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો