તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘IDFC બેંકમાંથી બોલું છું’ કહી રૂ. 69 હજારની ઠગાઈ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ક્રાઇમ રિપોર્ટર,સુરત | ‘આઇડીએફસી બેંકમાંથી બોલું છું. તમને 70 હજારની પર્સનલ લોન મળે છે.’ એમ કહીને ઠગે હીરાદલાલના ક્રેડિટ કાર્ડ વડે ઓનલાઇન રૂ.69,458ની ખરીદી કરી લીધાની ફરિયાદ અમરોલી પોલીસમાં નોંધાઈ છે.

80 હજારની લિમિટના ક્રેડિટ કાર્ડની લાલચ અપાઈ
અમરોલી ગોવિંદપાર્ક સોસાયટીમાં રહેતા અમરીશ રજનીકાંત જોષી હીરાદલાલ છે. તા.14-5-2019ના રોજ તેમણે અમરોલીના 99 શોપિંગ સેન્ટરમાં આવેલી ટીવી પેલેસ દુકાનમાંથી હપતેથી મોબાઇલ ફોન ખરીદ્યો હતો. ત્યારે લોન કરી આપનાર આઇડીએફસી બેંકના એજન્ટ આશિફ પટેલે તેમને કહ્યું કે, ‘ત્રણ મહિના સુધી રેગ્યુલર હપતા ભરશો તો બેંક તમને 80 હજારની લિમિટનું ક્રેડિટ કાર્ડ આપશે.’ આથી અમરીશે રેગ્યુલર હપતા ભર્યા બાદ બેંકે તેમને ક્રેડિટ કાર્ડ ઇશ્યુ કર્યું હતું. ત્યાર બાદ 25 ડિસેમ્બર 2019ના રોજ અમરીશ પર ફોન આવ્યો હતો. કોલ કરનાર ચીટરે ‘આઇડીએફસી બેંકમાંથી બોલું છું.તમને 70 હજારની પર્સનલ લોન મળે છે’ તેમ જણાવ્યું હતું. આ ઠગની વાતોમાં આવીને અમરીશે લોન લેવાની ઇચ્છા દર્શાવતાં તેની પાસે મોબાઇલ પર આવેલો ઓટીપી નંબર માગ્યો હતો. અમરીશે આ નંબર આપતાં જ કોલ કરનારે ‘હવે વેરિફિકેશન માટે કોલ આવશે.’ એમ કહી ફોન કાપી નાખ્યો હતો. ત્યાર બાદ બેંકમાંથી એક મહિલાનો કોલ આવ્યો અને અમરીશે પોતે હીરાદલાલ હોવાનું કહેતાં જ મહિલાએ ‘તમને લોન નહીં મળે’ તેમ કહીને કોલ કાપી નાખ્યો હતો. દરમિયાન તેમના મોબાઇલ ફોન પર આઇડીએફસી બેંકના ક્રેડિટ કાર્ડ વડે ટાટા ક્લિકમાંથી રૂ.69,458ની ખરીદીનો મેસેજ આવ્યો હતો. અમરીશે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો