‘કોલેજોમાં જીએસની ચૂંટણી જાહેર ન થાય તો આંદોલન’

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગયા વર્ષની જેમ આ વખતે પણ વીએનએસજીયુને કોલેજના જીએસના ઇલેક્શન માટે તારીખ જ મળતી નથી. જેથી સિન્ડિકેટ અને સેનેટ સભ્યોમાં રોષ જોવા મળી રહ્યો છે. ચાલતી ચર્ચા મુજબ આ વખતે કોલેજોમાં જીએસનું ઇલેક્શન નહીં કરાવવા કોલેજોના પ્રિન્પિસાલોનું કુલપતિ પર પ્રેશર હોવાથી તેઓ કોઈ કાર્યવાહી કરી રહ્યા નથી. સેનેટ સભ્ય મનીષ કાપડીયા અને ગણપત ધામેલિયા જણાવ્યું હતું કે, કોલેજોમાં જનરલ સેક્રેટરીના ઇલેક્શનની તારીખ જાહેર નહીં કરાશે તો એબીવીપી સાથે મળીને ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

કુલપતિનો ઘેરાવ કરાશે
 કોલેજમાં જીએસનું ઇલેક્શન નહીં થશે તો પછી કુલપતિ, સિન્ડિકેટ સભ્ય અને કોલેજના પ્રિન્સિપાલનો ઘેરાવો કરીશું. તેમ છતાં પણ ઇલેક્શન નહીં જાહેર કરશે તો પછી આંદોલન કરીશું. કનુ ભરવાડ, સેનેટ સભ્ય, વીએનએસજીયુ

પૂતળું દહન કરાશે
જીએસનું ઇલેક્શન નહીં થશે તો પછી કોલેજોના વિદ્યાર્થીઓ કુલપતિનો ઘેરાવ સાથે તેમનાં પૂતાળાનું દહન સહિતનાકાર્યક્રમો હાથ ધરવામાં આવશે. ભાવેશ રબારી, સેનેટ સભ્ય, વીએનએસજીયુ

અન્ય સમાચારો પણ છે...