Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
‘UG-PGના સેમેસ્ટરના વિદ્યાર્થીને રિએસેસમેન્ટનો ફાયદો આપો’
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં 27મી માર્ચે મળનારી સેનેટ સભામાં સભ્ય મનીષ કાપડીયાએ પ્રસ્તાવ મૂક્યો છે કે, અંડર અને પોસ્ટ ગ્રેજ્યુએટના તમામ સેમેસ્ટરના વિદ્યાર્થીઓને રિએસેસમેન્ટનો લાભ આપવો. આપણી યુનિવર્સિટી અંડર અને પોસ્ટ ગ્રેજ્યુએટના છેલ્લા સેમેસ્ટરના જ વિદ્યાર્થીઓને રિએસેસમેન્ટનો લાભ આપી રહ્યા છે. આમ છેલ્લા સેમેસ્ટરના વિદ્યાર્થીઓને રિએસેસમેન્ટનો લાભ મળતા ઘણી વખત તેમના 50 % સુધીના માર્ક સુધરી જતા હોય છે. અંડર અને પોસ્ટ
ગ્રેજ્યુએટના છેલ્લા સેમેસ્ટરને છોડીને અન્ય સેમેસ્ટરના વિદ્યાર્થીઓ આરટીઆઈથી પોતાની ઉત્તરવહી મેળવી જણાય ત્યાં માર્ક સુધારવા માગતા હોય તો તેઓ સુધારી શકતા નથી. સભ્ય મનીષે અન્ય પ્રસ્તાવ મૂક્યા છે કે યુજીસીની ગાઇડ લાઇન મુજબ યુનિવર્સિટી અને કોલેજોમાં જીએસનું ઇલેક્શન જનરલ પધ્ધતિથી કરવામાં આવે છે. તે સાથે વિદ્યાર્થીઓને કોલેજોમાં પ્રવેશ જિલ્લા મુજબ ફાળવાય છે અને વિદ્યાર્થીઓને યુનિવર્સિટી અને કોલેજમાંથી અભ્યાસ પૂર્ણ કર્યા પછી તરત રોજગારી મળી જાય તે માટે કાયમી રોજગારી અધિકારીની નિમણૂક કરવામાં આવે. રિસર્ચ કરતા વિદ્યાર્થીઓને મળવા જોઈતા લાભ યુનિવર્સિટી પૂરા પાડે તેમજ ઇક્યુબેટર સેન્ટર બનાવાય સહિતના પ્રસ્તાવો પણ મુકવામાં આવ્યા છે.
વિદ્યાર્થી RTIથી ઉત્તરવહી ની નકલ મેળવી જણાય ત્યાં માર્ક સુધારવા જાય તો યુનિ. સુધારી આપતી નથી
સિન્ડિકેટ-સેનેટમાં વિદ્યાશાખા મુજબ અધ્યાપકોની ત્રણ-ત્રણ બેઠક આપો
સેનેટ સભ્ય ડો. નિમેષ માલીએ સેનેટમાં પ્રસ્તાવ મૂકયો છે કે, સિન્ડિકેટમાં અધ્યાપકોની ત્રણ અને સેનેટમાં વિદ્યાશાખા મુજબ ત્રણ અધ્યાપકોની બેઠક કરવામાં આવે. આમ, મંડળમાં બેઠક વધતા અધ્યાપકોને લગતા પ્રશ્નો પર નિર્ણય લઈ શકાશે. કોલેજ કે યુનિવર્સિટીના અધ્યાપકોને જાહેર રજાના દિવસમાં પરીક્ષા સહિતની કામગીરી હોય તો એકઃએકની રજા આપવામાં આવે. આ સાથે જમા થયેલી ઇએલ પણ અધ્યાપકો વાપરી શકે.’