તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

‘દુબઈ કે બેંગકોકની ફ્લાઇટ શરૂ કરો’

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સ્પોર્ટેશન રિપોર્ટર | સુરત

એર ઇન્ડિયા એક્સપ્રેસની સુરત શારજાહની ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થયા બાદ ઈન્ડિગો એરલાઇન્સ દુબઇ કે બેંગકોકની ફ્લાઇટ શરૂ કરે તેવી માંગ સુરતીઓ કરી રહ્યા છે. જેને કારણે વી વોન્ટ વર્કિંગ એટ સુરત એરપોર્ટ ગ્રુપે દુબઇ કે બેંગકોકની ફ્લાઇટ શરૂ થાય તેવી માંગ ઈન્ડિગો એરલાઇન્સને કરી છે.

આ સાથે ગ્રુપે ઇન્દોર, વારણસી, લખનઉ, અમૃતસર, પુણે, ગૌહાટી, રાયપુર અને કોચીની પણ ફ્લાઇટ શરૂ થયા અને સુરત દિલ્હીની ફ્લાઇટના સમયમાં ફેરફાર કરીને મોર્નિંગમાં 8.00 કે 8.30ની કરવામાં આવે તથા કોલકત્તાની બીજી મોર્નિંગ ફ્લાઇટ શરૂ કરાય તેવી પણ માંગ કરવામાં આવી છે. ઈન્ડિગો એરલાઇન્સની સાથે વી વોન્ટ વર્કિંગ એટ સુરત એરપોર્ટે સ્પાઇસ જેટ એરલાઇન્સને રજૂઆત કરતાં કહ્યું છે કે, 79 સિટરની જગ્યાએ 169 સિટરના વિમાન મૂકાય.

અન્ય સમાચારો પણ છે...