તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘આયાત માટે નિકાસ કરવામાં આવતાં રો-મટીરિયલ્સ પર ડ્યૂટી નાખી શકાય નહીં’

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇમ્પોર્ટેડ નાયલોન યાર્ન પર એન્ટી-ડમ્પિંગ ડ્યૂટી નાખવા મુદ્દે છેલ્લા 6 માસથી શહેરના વીવર્સ અને સ્પીનર્સ વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે. ત્યારે ડીજીટીઆર કોઈ અંતિમ નિર્ણય આપે તે પૂર્વે ટેક્સટાઇલ મંત્રાલય દ્વારા પોતાનો રીવ્યુ જાહેર કરાયો છે. જેમાં જણાવાયું છે કે, એક્સપોર્ટ પ્રોડક્ટને તૈયાર કરવા માટે વપરાતા રો-મટીરિયલ્સના ઇમ્પોર્ટ પર ડ્યૂટી નાખી શકાય નહીં.

ઇમ્પોર્ટેડ નાયલોન યાર્ન પર 11 પર સેફગાર્ડ ડ્યૂટી ભારત સરકારે લગાડ્યા બાદ વર્ષ 2017 જાન્યુઆરીથી તેને દૂર કરવામાં આવી છે. હાલમાં એન્ટી-ડમ્પિંગ ડ્યૂટી નાયલોન યાર્ન પર નાખવી કે નહીં તે મુદ્દે ડાયરેક્ટર જનરલ ઓફ ટ્રેડ રેમીડિઝ(ડીજીટીઆર)માં બંને પક્ષો વીવર્સ અને સ્પીનર્સની બે વખત હીયરિંગ થઈ ચૂકી છે. વીવર્સે મત વ્યક્ત કર્યો છે કે, નાયલોન યાર્ન જે વિદેશથી ઇમ્પોર્ટ થાય છે તે સ્થાનિક નાયલોન યાર્ન-ઉત્પાદકો દ્વારા તૈયાર કરવામાં આવતાં યાર્નની સરખામણીએ ક્વોલિટી અને કિંમત બન્નેમાં વીવર્સને પોસાય તેમ છે. આ સાથે એક્સપોર્ટ ક્વોલિટીનું ગૂડ્સ તૈયાર થતું હોવાથી વિદેશી નાયલોન યાર્ન પર એન્ટી-ડમ્પિંગ ડ્યૂટી નાખવી જોઈએ નહીં. સુરતમાં 300 ટન નાયલોન યાર્ન ઇમ્પોર્ટ કરવામાં આવે છે. જ્યારે સ્પીનર્સે મત વ્યક્ત કર્યો હતો કે, ઇમ્પોર્ટ નાયલોન યાર્ન અંડર -વેલ્યુ થઈને ભારતીય બજારમાં ડમ્પ થતું હોવાના કારણે હરીફાઈમાં ટકવું મુશ્કેલ બની રહ્યું છે. માટે 1 ડોલર જેટલી ડ્યૂટી ઇમ્પોર્ટ નાયલોન યાર્ન પર હોવી જોઈએ. આ બે વખતની હીયરિંગમાં ડીજીટીઆર દ્વારા બન્ને પક્ષોનું હિત જળવાય તે રીતે નિર્ણય કરવામાં આશ્વાસન આપ્યું હતું.

દરમિયાન ડીજીટીઆર તરફથી કોઈ નિર્ણય જાહેર થાય તે પૂર્વે જ ગુરુવારે સુરત, માલેગાંવ, ભીવંડી, ઇચ્છલકરંજી, ઈરોડ તથા પાનીપતના વીવર્સે દિલ્હી ટેક્સટાઇલ મંત્રાલયમાં રજૂઆત કરવા ગયા હતા. જેમાં એન્ટી-ડમ્પિંગ ડ્યૂટી મુદ્દે થયેલી રજૂઆતોને બાદ ટેક્સટાઇલ સેક્રેટરી રવિ કપૂરે પણ એન્ટી-ડમ્પિંગ ડ્યૂટી નહીં લાદવાના સમર્થનમાં મત વ્યક્ત કર્યો હતો. આ સાથે ટેક્સટાઇલ મંત્રાલય તરફથી જે ફર્સ્ટ ડ્રાફ્ટ ટેક્સટાઇલ પોલિસીને લગતો જાહેર કરવામાં આવ્યો છે તેમાં પણ એન્ટી-ડમ્પિંગ ડ્યૂટીને લઈને રીવ્યુ જાહેર કરાયો છે કે, એક્સપોર્ટ થનારા ગૂડ્સને તૈયાર કરવા વપરાતા રો-મટીરિયલ્સ જેવા કે યાર્ન પર કોઈ પણ પ્રકારની ડ્યૂટી લાદી શકાય નહીં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો