તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

‘ચૂંટણીમાં મેડિસિન ફેક્લ્ટીને બાકાત રાખવાનો આદેશ નથી ’

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વીએનએસજીયુ એકેડેમિક કાઉન્સિલની ચૂંટણીનો વિવાદ વકરી રહ્યો છે. સેનેટ સભ્ય વી.ડી.નાયકે કુલપતિને પત્ર લખીને વિરોધ કરતાં જણાવ્યું હતું કે એકેડેમિક કાઉન્સિલની ચૂંટણીમાં મેડિસીન ફેક્લ્ટીને બાકાત રાખવા બાબતે હાલમાં હાઇકોર્ટે કોઇ આદેશ કર્યો નથી. જોકે આ બાબતમાં આ પૂર્વે અન્ય સેનેટ સભ્ય ધનેશ વૈધે પણ કુલપતિને પત્ર લખી જણાવ્યું હતું. વી.ડી.નાયકે વધુમાં જણાવ્યું હતું કે કુલપતિએ પોતાના બચાવમાં હાઇકોર્ટમાં દાખલ થયેલી પિટીશનનું ખોટું અર્થઘટન કર્યું છે. કુલપતિએ જાતે જ આદેશ કર્યો હોવાનો પણ તેમણે આરોપ લગાવ્યો હતો. વી.ડી.નાયકે લખેલા અગાઉના પત્રમાં તેમણે યુનિ.એક્ટ પ્રમાણે તમામ ફેકલ્ટીની મતદાર યાદી તૈયાર કરવાની માંગણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...