તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

‘બિનજરૂરી આવવું નહીં ’ કલેકટર કચેરીમાં બોર્ડ લાગ્યા, સંકલન સહિતની સભાઓ રદ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વીવીંગ - ડાયમંડ એકમો બંધના મેસેજ ફર્યા, એસો.એ વેકેશન ન હોવાની સ્પષ્ટતા કરી

સુરત | વીવીંગ અને ડાયમંડના એકમોમાં વેકેશન જાહેર કરી દીધું હોવાનું મેસેજ વાયરલ થતાં એસોસિએશનને વેકેશન નહીં હોવાની સ્પષ્ટતા કરવી પડી હતી. સુરત ડાયમંડ એસોની 17મી માર્ચના રોજ મળેલી મિટીંગમાં તમામ ડાયમંડ એકમોમાં બિમાર કર્મચારીને રજા આપવી, 28 ડિગ્રી કરતાં વધુ તાપમાન જાળવવંુ, આસપાસમાં આવેલા એકમોમાં ઓફિસના સમય એક જેવા નહીં રાખવા જેવા વિવિધ મુદ્દે નિર્ણય લેવાયો હતો. જેને પગલે બુધવારે તા.18મી માર્ચે ડાયમંડ એકમોના બંધના ખોટો મેસેજ વાયરલ થયા હતા. જેની સામે ડાયમંડ એસોસિએશનને વેકેશન નહીં હોવાની સ્પષ્ટતાં કરવી પડી હતી.

વિદેશી સહિત 1200પેસેન્જરોનું સુરત રેલવે સ્ટેશન પર થર્મલ સ્ક્રિનિંગ કરવામાં આવ્યું

સુરત | જિલ્લા કલેકટરે સમીક્ષા બેઠકમાં સૂચનો કરવાની સાથે જિલ્લા કલેકટર કચેરીમાં બિનજરૂરી કચેરીમાં નહીં આવવા માટે ના બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે. જિલ્લા સેવાસદનમાં દરરોજ હજારો લોકો આવતા હોવાથી અધિકારીઓએ પણ સાવચેતીના પગલાં લેવાના શરૂ કરી દીધા છે.ત્યારે બુધવારે સિટી પ્રાંત અધિકારીના ઓફિસ બહાર ‘હાલ વિશ્વભરમાં કોરોના વાઇરસનો ચેપીરોગ ફેલાયો હોવાથી કોઇ પણ અરજદારે બિનજરૂરી આવવું નહીં’ લખેલું બોર્ડ લગાવી દેવામાં આવ્યું છે. જ્યારે જિલ્લા કલેકટરે દર મહિને મળનારી સંકલનની બેઠક તથા સ્વાગત કાર્યક્રમ પણ રદ કરી દીધા છે.

સુરત | રેલવે સ્ટેશન પર 1,200 પેસેન્જરનું ટેમ્પરેચર ગનથી ચેકિંગકરાયું હતું. જેમાં વિદેશી યાત્રીઓ પણ હતાં. પ્લેટફોર્મ ટિકિટનો ભાવ 50 રૂપિયા થતાં 1900 જ પ્લેટફોર્મ ટિકિટ વેચાઇ હતી.
અન્ય સમાચારો પણ છે...