‘સાયબર સિક્યુરિટી: અવેરનેસ એન્ડ ચેલેન્જિસ’માં ફાઇનાન્સિયલ ફ્રોડથી બચવા વિશે માર્ગદર્શન અપાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

safety tips

સિટી રિપોર્ટર . સુરત

સાર્વજનિક કોલેજમાં ‘સાયબર સિક્યુરિટી: અવેરનેસ એન્ડ ચેલેન્જિસ’ શીર્ષક હેઠળલ બે દિવસનો સ્ટેટ લેવલ વર્કશોપ યોજાયો હતો, જેમાં ફાયનાન્સિયલ ફ્રોડ, સોશિયલ મીડિયા પર ફેક આઈડેન્ટિટીથી બીજાની બદનામી કરવી જેવા સાયબર ક્રાઈમથી કઈ રીત બચી શકાય એ વિશે માહિતી આપવામાં આવી હતી. આ વર્કશોપનું સંચાલન પ્રો.વિવક્ષા જરીવાલા તથા પ્રો. મુકેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. એ સાથે જ સાયબર ક્રાઈમ ઇન્વેસ્ટિગેશન સાથે સંકળાયેલાં સાયબર સિક્યુરિટી એક્સપર્ટ ઉર્વિન મિસ્ત્રી તથા સુરત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર દ્વારા સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. 60થી વધારે વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોએ આ વર્કશોપનો લાભ લીધો હતો.
અન્ય સમાચારો પણ છે...