તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

AIR-100માં આવનાર કરણે કહ્યું ‘ક્રાઇમ નોવેલ્સ વાચી વર્બલ સુધાર્યું’

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટી રિપોર્ટર citybhaskarsurat@gmail.com

આઇઆઇએમ અને મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ્સના એડમિશન માટે લેવામાં આવતી કોમન એડમિશન ટેસ્ટનું પરિણામ જાહેર થયું, જેમાં સુરતના કરણ સંઘવીએ 99.98 પર્સન્ટાઇલ મેળવી ઓલ ઇન્ડિયા લેવલ પર ટોપ-100માં રહ્યો હતો. આ સાથે રાહુલ દલાલે 99.88 પર્સન્ટાઇલ મેળવી ટોપ-200માં સ્થાન પ્રાપ્ત કર્યું હતું તેમજ આદિત્ય પગારે 99.87 પર્સન્ટાઇલ સાથે ઓલ ઇન્ડિયા લેવલ પર ટોપ-250માં સ્થાન મેળવ્યું છે. આ વખતે દેશભરમાંથી 2 લાખ વિદ્યાર્થીઓએ કેટની એક્ઝામ આપી હતી.

હું 35 મોકટેસ્ટ આપી ચુક્યો છું
વર્બલ મારું સારું ન હતું કારણકે હું ગુજરાતી મિડિયમમાં ભણ્યો છું. મેં વાચવાનું શરૂ કર્યુ, ઇંગ્લિશ નોવેલ્સ વાંચતો, ન્યૂઝપેપર વાંચતો અને ક્રાઇમ નોવેલ્સ વાંચીને વર્બલ સુધાર્યુ. હું મોક એક્ઝામ્સ વધારે આપતો હતો. મેં અત્યાર સુધીમાં 35 મોક ટેસ્ટ આપી હશે, દરેક મોક ટેસ્ટ આપ્યા બાદ જાતે જ એક્ઝામમાં રહી ગયેલી ભૂલ શોધતો. પણ મારું મેથ્સ સારું હતું પણ મને વર્બલને કારણે મુશ્કેલીઓ થઇ હતી. મારો ટાર્ગેટ આઇઆઇએમ અમદાવાદ છે અને મને આત્મવિશ્વાસ છે કે મને એ મને મળી જશે. કાલે હું ઝેટની એક્ઝામ આપીશ.

કરણ સંઘવી
AIR- ટોપ 100

પેપર અઘરા હતાં છતા સારું પરિણામ આવ્યું
દેવેન્દ્ર શર્મા, સેન્ટર હેડ, એન્ડવિયર એકેડમી

 સુરતમાંથી 1700 સ્ટુડન્ટ્સે એક્ઝામ આપી હતી, જેમાં બે-ત્રણ વર્ષની સરખાણીએ આ વર્ષે રિઝલ્ટ વધારે સારું છે, જેમાં બીબીએ, બી.કોમના સ્ટુડન્ટ્સે પણ સારો સ્કોર કર્યો છે. આ વર્ષે રિઝનીંગ અને મેથ્સનું પેપર સૌથી વધારે ટફ હતું. જો કે ઇંગ્લિશનું પેપર મેથ્સ અને રિઝનીંગ કરતા પ્રમાણમાં સરળ હતું. તેમ છતાં સ્ટુડન્ટ્સે સારું રિઝલ્ટ મળ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...