તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘જૂનુ રિફંડ ક્લિયર કરો અને 1 હજારથી વધુના ગારમેન્ટ પર જીએસટી ઘટાડો’

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

જીએસટી વિભાગ દ્વારા ટેક્સટાઈલ સેક્ટરને ચૂકવવા પડતા કરોડોના રિફંડમાંથી છટકવા GST કાઉન્સિલે ટેક્સટાઈલ સેક્ટર પર એકસમાન 12 ટકા જીએસટી લાગુ કરવા પ્રપોઝલ મુકી છે. જેનો ટેક્સટાઈલ ઉદ્યોગકારોએ વિરોધ કરતાં 14મી માર્ચે યોજાયેલી કાઉન્સિલની 37મી મિટીંગમાં આ પ્રસ્તાવ પરના નિર્ણયને 20મી એપ્રિલ સુધી મુલતવી રખાયો છે. તો બીજી તરફ ટેક્સટાઇલ સેક્ટર જૂનુ રિફંડ ક્લિયર કરવા સહિત રૂ.1000થી વધુની કિંમતના ગાર્મેન્ટ પર 12 ટકાના જીએસટી સ્લેબમાં સુધારો કરવા રજૂઆત કરાશે.

એક સમાન 12 ટકા જીએસટી લાગુ કરવાનો નિર્ણય મુલતવી રખાતા ટ્રેડિંગ, વિવિંગ, નિટીંગ, પ્રોસેસિંગ સહિતની ટેક્સટાઈલ ચેઈન સાથે સંકળાયેલા વેપારી-ઉદ્યોગકારોમાં રાહત જોવા મળી રહી છે. જોકે, આ અંગે તા.20મી એપ્રિલે કાઉન્સિલની મીટીંગમાં નિર્ણય કરાશેે.ત્યારે શહેરના આગેવાનો દ્વારા ફરી સરકારમાં નુકશાનીની ફોર્મ્યુલા રજૂ કરવામાં આવશે.

ફોસ્ટા પ્રમુખ મનોજ અગ્રવાલ અને ફોગવા પ્રમુખ અશોક જીરાવાલાએ જણાવ્યું કે આગામી દિવસોમાં શહેરના ટેક્સટાઈલ સેક્ટર સાથે સંકળાયેલા તમામ આગેવાનો એક સંયુક્ત મીટીંગ કરીને રિપ્રેઝન્ટેશન તૈયાર કરશે. 1000 રૂપિયાથી વધુની કિંમતના ગાર્મેન્ટ પર 12 ટકાની જીએસટીમાં સુધારો કરી તેમાં ઘટાડો કરવા તથા જૂનુ રિફંડ ક્લિયર કરવા અંગે પણ સરકારમાં રજૂઆત કરવામાં આવશે.

કાઉન્સિલની મીટિંગ: 12% GSTનો નિર્ણય 20 એપ્રિલ સુધી મુલતવી


અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો