તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘છુપાવેલી-ટ્રીટમેન્ટવાળી બીમારીને આધારે ક્લેમ નામંજૂર ન કરી શકાય’

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઘણી વાર વીમા કંપનીઓ વીમેદારની છુપાવેલી બીમારીને આધાર બનાવીને જે ટ્રીટમેન્ટ ચાલતી હોય તેની સારવારનો ક્લેમ નકારે છે. આવા જ એક કેસમાં વીમા કંપનીએ ક્લેમ નકારતા મામલો ગ્રાહક અદાલતમાં પહોંચ્યો હતો. જ્યાં કોર્ટે વીમા કંપનીની દલીલો નકારી અરજદારને રૂ. 1.20 લાખ ચૂકવવાનો હુકમ કર્યો હતો. ફરિયાદી પક્ષે એડવોકેટ શ્રેયસ દેસાઈએ દલીલ કરી હતી.

વરાછાના પ્રકાશ પટેલ (નામ બદલ્યુ છે)ના કેસમાં ઇફકો ટોકિયો જનરલ ઇન્સ્યોરન્સ અને તેના મેનેજર સામે ગ્રાહક કોર્ટમાં ફરિયાદ કરાઇ હતી. વીમો ચાલુ હતો ત્યારે 2017માં અરજદારને પેટમાં દુખાવો થતાં તેમને મુંબઇની પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવારનો ખર્ચ રૂપિયા 1.20 લાખ થયો હતો. જે વીમા કંપની સમક્ષ ક્લેમ કરાયો હતો પરંતુ કંપનીએ એમ કહીને વીમો નકાર્યો હતો કે અરજદારને વર્ષ 2017માં એપેન્ડેકટોમીનું ઓપરેશન કરાવ્યું હતું. આથી મામલો કોર્ટમાં પહોંચ્યો હતો જ્યાં દલીલ કરાઈ હતી કે અગાઉની બીમારી અને ટ્રીટમેન્ટવાળી બીમારી વચ્ચે કોઈ સંંબંધ નથી. કોર્ટે દલીલોના આધારે 8 ટકાના દરે 1.20 લાખ ચૂકવવા હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો