તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રિન્ટિંગ કામ કરાવીને 3.62 લાખની ઠગાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બેલ્જિયમ ચેમ્બરમાં પ્રિન્ટિંગનું કામ કરતા યુવક પાસેથી મૂળ રાજસ્થાનના ત્રણ ભાઈઓએ ઓર્ડર મુજબ પ્રિન્ટિંગનું કામ કરાવીને તેનું 3.62 લાખ રૂપિયા પેમેન્ટ ચૂકવ્યું ન હતું.જેથી મહિધરપુરા પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે.

મોટા વરાછામાં રાજહંસ ટાવર ખાતે રહેતા વિપુલ રમણ લાખાણી દિલ્હીગેટ પાસે બેલ્જિયમ ચેમ્બર્સમાં ફોટો પોઈન્ટ પ્રિન્ટિંગ નામથી પ્રિન્ટિંગનું કામકાજ કરે છે. આરોપીઓ શ્યામ શક્તિસિંગ ચૌહાણ, જીતુ શક્તિસિંહ ચૌહાણ અને દશરથ શક્તિસીંગ ચૌહાણ ( રહે. જાપાન માર્કેટ, દિલ્હીગેટ.મુળ. નાગોર, રાજસ્થાન) જાપાન માર્કેટમાં આશાપુરા મોડેલિંગથી વ્યવસાય કરતા હતા. આરોપીઓએ વિપુલ લાખાણી પાસેથી એપ્રિલ 2018થી નવેમ્બર 2018 દરમિયાન ઉધારમાં પ્રિન્ટિંગનું કામ કરાવી લીધું હતું. તેનું બીલ 5,27,640 રૂપિયા થયું હતું. આરોપીઓએ માત્ર 2,18,555 ચૂકવ્યા હતા. 3.62 લાખ ચુકવ્યા વગર આરોપીઓ ભાડાની દુકાન બંધ કરીને રાજસ્થાન નાસી ગયા હતા. વિપુલ લાખાણીએ ત્રણેય વિરુદ્ધ મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...