તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જેતપુર કેવડી ઇકોટુરીઝમમાં લોખંડનો પૂલ તૂટી પડતા 35 સહેલાણીઓ ઘવાયા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

માંડવી તાલુકાના જેતપુર કેવડીગામે આવેલ ઇકો ટુરીઝમ ખાતે જંગલના બે વિસ્તારને જોડતો કેવડી ડેમના પાણી વિસ્તાર પરથી બનાવેલ લોખંડી પુલ મંગળવારે અચાનક જ કડકભૂસ થઈ જતા 30 થી 35 સહેલાણીઓ પણ પુલ સાથે ખાબકયા હતા પરંતુ સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી.

જેતપુર કેવડીગામની સીમમાં વનવિભાગ દ્વારા ઇકો ટુરિઝમનું નિર્માણ કરાયું છે. જયાં થોડા સમય પહેલાં નદી પાર આવેલ જંગલ તથા બનાવેલ સ્થળો પર જવા તથા ડેમ અને જંગલના લોકેશન માણી શકાય એ માટે પુલનું નિર્માણ કરાયું હતું. ધુળેટીના કારણે ઇકોટુરીઝમ સહેલાણીઓથી ઉભરાયું હતું.જેમાંથી 30થી 35 જેટલા સહેલાણીઓ આ લોખંડના પુલ પર ફોટોગ્રાફી કરી રહ્યા હતા, તે દરમ્યાન પુલ અચાનક જ વચ્ચેના ભાગથી કડક ભૂસ થઈ બેસી જતા તમામ સહેલાણીઓ પણ પુલ સાથે નદીમાં ખાબકયા હતા. પુલ તૂટી પડવાથી ઇકો ટુરીઝમ વિસ્તારમાં આવેલ અન્ય લોકો તથા સ્થાનિક સ્ટાફ દોડી ગયો હતો . થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો 108 ઉપરાંત ખાનગી સરકારી વાહનોની મદદથી તાકીદે માંડવી બારડોલી ઇજાગ્રસ્તોને ખસેડાયા હતા. પ્રાથમિક સારવાર બાદ તમામને ઘરે પરત રવાના કયા હતા. મોટે ભાગે પ્રવાસીઓ સુરતના હોવાનું જાણવા મળેલ છે.

એજન્સીની બેદરકારી | લોખંડના પુલનું હજુ કામ ચાલુ હતું. લોકો માટે ખુલ્લો મુકાયો ન હતો. કામ કરતી એજન્સીએ કોઇ બોર્ડ પણ નહી મુકી બેદરકારી છતી કરી છે. પગલા ભરવાની માંગણી ઊઠી છે.

ટક ટક અવાજ થયો અને બ્રિજ તુટી પડ્યો


DFOનો લૂલો બચાવ: સમારકામ ચાલતું હતું, કોન્ટ્રાક્ટરે બ્રિજ હેન્ડઓવર કર્યો ન હતો

સહેલાણીઓ બ્રિજ પર જ ઉભાં હતા ને અચાનક કડડભૂસ થયો

ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર | સુરત

માંડવીના ઇકો ટુરિઝમ પાર્કમાં નાના તળાવ પર બનાવેલો ફુટ ઓવર બ્રિજ તુટવાની ઘટનામાં ડીએફઓ પુનિત નાયરે બોદો બચાવ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, ટેન્ડર પ્રક્રિયા બાદ હાલ સમારકામ ચાલી રહ્યું હોવાનું જણાય છે. કોન્ટ્રાક્ટર કંપનીએ બ્રિજ તેમને હેન્ડ ઓવર કર્યુ ન હતું. દરમિયાનમાં તુટી પડ્યો છે. આ અંગે કમિટી બનાવી તપાસ કરવામાં આવશે. તપાસમાં જ ખરેખર કયા કારણોસર બ્રિજ તૂટી પડ્યો તે જાણી શકાશે.

મારા મમ્મી દક્ષાબેન અને પુત્ર વેદ બ્રિજ પર ચાલતા હતા. મારી પત્ની, હું અને કઝીન બ્રિજ પર ફોટો પડાવવા ઉભા હતા. ત્યાં બ્રિજ વચ્ચે થી તૂટતા મમ્મી અને પુત્ર નીચે પડી ગયા . દોડીને નીચે ગયો અને બધાને બહાર કાઢ્યા . > ચીરાગ ઠાસરા

હું ફોટો પડાવવા ઉભો રહ્યો અને બચી ગયો


બ્રિજ પાસે ચેતવણીનું બોર્ડ ન હતું . સહેલાણી બ્રિજથી સામે જતા . અમે જઇ રહ્યા હતાં ત્યારે અચાનક બ્રિજ તૂટતા અમે નીચે પડી ગયા. સરથાણાની છોકરીની તો આંખમાં ગંભીર ઈજા થઈ . > રસીલાબેન ભગુભાઈ ગુંદરીયા, ઈજાગ્રસ્ત


ચેતવણીનું બોર્ડ હતું નહીં, બ્રિજ ખુલ્લો હતો

હું બ્રિજની ગ્રીલ પાસે હતો. અચાનક ‘ટક’ ‘ટક’ અવાજ આવ્યો. કઈ સમજુ ત્યાં તો બ્રિજ તુટી બે ભાગમાં વહેચાઈ ગયો . અમે નીચે પડી ગયા.ચીસ સાંભળીને લોકો આવી અમને બહાર કાઢ્યા. > અભી ભગુભાઈ ગુંદરીયા, ઈજાગ્રસ્ત
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો