હીરા બુર્સ ધમધમતું થાય તો 3000 કરોડનો IT સુરતને મળશે, ડિસેમ્બર 2020 સુધી શરૂઆત
હીરા બુર્સ સુરતમાં ધમધમતુ થાય તે માટે છેલ્લા બે વર્ષથી પૂર ઝડપે તેનું બાંધકામ થઈ રહ્યું છે. આ મેગા સ્ટ્રક્ચર તૈયાર થઇ ગયા પછી જે 1.50 લાખ કરોડનું વાર્ષિક જે હીરાનું એક્સપોર્ટ સુરતથી મુંબઈ જાય છે તે હવે સીધું સુરતથી જ થાય તેવી ખાતરી વ્યક્ત કરવામાં આવી રહી છે. આ અંગે જીજેઈપીસીના રિજીયોનલ પ્રેસિડેન્ટ દિનેશ નાવડિયાના જણાવ્યાનુસાર, મુંબઈથી હીરા ઉદ્યોગ સુરત સ્થાયી થશે. તો તેનાથી શહેરને 3000 કરોડની ઈન્કમટેક્સની આવક મળતી થશે. આ સાથે 2 લાખ વધુ રોજગારી ઉપરાંત ડાયમંડ માઈનીંગ કંપનીઓનું પગેરૂં સીધું સુરતમાં આવતું થશે. જે શહેરના આર્થિક ગ્રોથમાં મહત્વનો ફાળો આપશે. ત્યારે હીરા ઉદ્યોગ અગ્રણીઓના મતાનુસાર, ટ્રેડિંગ પર્પઝથી જે ઉદ્યોગકારો સુરતથી મુંબઈ સ્થળાંતર થયા છે. તે ફરી મુંબઈથી સુરત સ્થળાંતર થઈ જાય તેવી ખાતરી કરી છે. હાલ સુધીમાં બુર્સમાં 41 લાખ કીલો સ્ટીલ અને 1,11,61,120 ક્યૂબીક ફૂટ કોક્રીંટનો યુઝ થયો છે.
પેસેજમાં મિની પ્લેન પાર્ક થઇ શકે
રોજનુ 9 મહાકાય ક્રેઈન દ્વારા 6 હજારથી વધુ કારીગરો દ્વારા કુલ 10 હજાર બેગ સિમેન્ટનો ઉપયોગ કરી ડાયમંડ બુર્સનું નિર્માણ કાર્ય કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી કુલ 9 પૈકી 5 બિલ્ડીંગો ફ્રેઈમ વર્ક સંપૂર્ણ થઈ ચૂક્યું છે. ઉલ્લેખનીય છે કે, આ 9 બિલ્ડીંગો કોરીડોર એકમેકથી જોડાયેલા છે. જેના પેસેજમાં એક મીની પ્લેન પાર્ક કરી શકાય તેટલો મોટો કોરીડોર બનાવવામાં આવ્યો છે. આ સાથે ઝડપથી પોતાની ઓફિસમાં પહોંચી શકાય તે માટે ડેસ્ટીનેશન કંટ્રોલ લિફ્ટ, 10 હજાર ટુ વ્હીલર્સ અને 5 હજાર ફોર વ્હીલ્સનું પાર્કિગની જગ્યા છોડવાની સાથે ડાયમંડ બુર્સના ગેટ થી કોઈ પણ વ્યક્તિ પોતાની ઓફિસમાં 3 થી 3.50 મિનિટમાં પહોંચી જાય તેવું ઈન્ફ્રાસ્ટ્ર્ક્ચર ડેવલોપ કરવામાં આવ્યું છે
બુર્સના ભવિષ્યને લઇને ઉદ્યોગકારોનો મત
બુર્સ બન્યા બાદ મુંબઈ જતાં બાયર્સ સીધા સુરત આવશે
 હીરા બુર્સ સુરતના હીરા ઉદ્યોગકારો માટે ઉપયોગી એટલા માટે બનશે કે પહેલા તો મુંબઈથી સુરત હીરાઉદ્યોગકારો શિફ્ટ થશે. જેના કારણે જે બાયર્સ મુંબઈ જતાં હતા તે સીધા સુરત આવશે. બીજુ કે જે મુંબઈમાં ભાડાની અને ટેક્સની આવક સુરતી ઉદ્યોગકારોની જતી હતી. તે હવે સીધી સુરતને જ મળશે અને ઈન્ટરનેશનલ બાયર્સ સુરત આવશે. સ્ટેટ ઓફ ધ આર્ટ મોટું બિઝનેસ હબ સુરતને મળશે. બાબુ કથિરીયા,પ્રમુખ, સુરત ડાયમંડ એસોસિએશન
ડાય ટ્રેડ સેન્ટર પણ ડાયમંડ બુર્સને ગતિ આપશે
 મુંબઈ બીડીબીમાં પણ સુરતમાં તૈયાર થયેલા ડાય ટ્રેડ સેન્ટર જેવું પોલિશ્ડ અને રફ હીરાના વેચાણ જેવું સેન્ટર છે. જે મુંબઈમાં ટ્રેડિંગ માટે એક મહત્વની જગ્યા છે. તેવું જ ઈચ્છાપોર ખાતે તૈયાર થયેલું જીજેઈપીસીનું ડાય ટ્રેડ સેન્ટર પણ સુરતમાં બનીને તૈયાર છે. જે ડાયમંડ બુર્સને ગતિ આપશે. ડાયબુર્સમાં બાઈંગ-સેલિંગ માટે આવનારા ઉદ્યોગકારો ડાય ટ્રેડ સેન્ટર રૂપે ટ્રેડિંગ સેન્ટર મેળવી શકશે. દિનેશ નાવડિયા,રિજીયોનલ પ્રેસિડેન્ટ, જીજેઈપીસી