તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Surat News 3 Times More Students In Commerce Than In Arts Took Admission In Fine Arts The Highest Number Of Girls 075515

આર્ટ્સ કરતાં કોમર્સના 3 ગણા વધારે વિદ્યાર્થીઓએ ફાઈન આર્ટ્સમાં એડમિશન લીધુ, છોકરીઓની સંખ્યા સૌથી વધારે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના ફાઈન આર્ટ્સ ડિપાર્ટમેન્ટમાં આર્ટ્સમાં અભ્યાસ કરેલા વિદ્યાર્થીઓ કરતાં કોમર્સના 3 ગણા વિદ્યાર્થીઓએ એડમિશન લીધું છે. જ્યારે આર્ટ્સના વિદ્યાર્થીઓ કરતાં સાયન્સના વધારે વિદ્યાર્થીઓએ એડમિશન લીધું છે. યુનિવર્સિટીમાં જીસીપીઆઈ ઈન્સ્ટીટ્યુટ ઓફ આર્કિટેક્ચર, ઈન્ટિરિયર ડિઝાઈન અને ફાઈન આર્ટ્સનો કોર્સ ચાલે છે. આ કોર્સમાં શા માટે આર્ટનાસ વિદ્યાર્થીઓ કરતાં કોમર્સ અને સાયન્સના વિદ્યાર્થીઓ એડમિશન લે છે, કોમર્સ, સાયન્સના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સાથે વાત કરી હતી.વાંચો સિટી ભાસ્કરનો સ્પેશિયલ રિપોર્ટ...!

ક્રિએટીવીટીની બોલબાલા
ટકાથી નહીં પરંતુ ક્રિએટીવીટીથી કામ મળતું હોવાથી ફાઈન આર્ટ્સમાં કોમર્સ અને સાયન્સના વિદ્યાર્થીઓ પણ લઈ રહ્યાં છે એડમિશન

ફાઈન આર્ટસ ડિપાર્ટમેન્ટમાં વર્ષ 2019-20 માં વિવિધ સ્ટ્રીમમાંથી પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા
49
કોમર્સ
વિદ્યાર્થી

13

વિદ્યાર્થીનીઓ

36

14
આર્ટસ
વિદ્યાર્થી

04

વિદ્યાર્થીનીઓ

10

15
સાયન્સ
વિદ્યાર્થી

05

વિદ્યાર્થીનીઓ

10

પ હેલા કોમર્સ અને સાયન્સના વિદ્યાર્થીઓને આ કોર્ષની જાણ ન હતી તેથી વિદ્યાર્થીઓ આવતા ન હતા. પરંતુ છેલ્લા પાંચ વર્ષથી આર્ટસ કરતા સાયન્સ અને કોમર્સના વિદ્યાર્થીઓની સંખ્યા વધી ગઈ છે. ફાઈન આર્ટસમાં પ્રોજેકટ, રીસર્ચ, મેનેજમેન્ટ આધારિત કામ હોય છે તેથી બીજા વિદ્યાર્થીઓ આ કોર્ષ પ્રત્યે પ્રભાવિત થઈ રહ્યા છે.

આ કારણે આર્ટ્સ પસંદ કરી રહ્યા છે વિદ્યાર્થીઓ
મેહુલ પટેલ ,

( કો-ઓર્ડીનેટર ઓફ ફાઈન આર્ટસ ડિપાર્ટમેન્ટ)
1
દેવાંશી પટેલ, (કોમર્સ)
મને પહેલેથી ડ્રોઈંગમાં મને પહેલેથી જ વધારે રસ હતો. હું કલાસીસમાં પણ જતી હતી. ધોરણ-10માં પણ મેં ડ્રોઈંગ વિષય જ પસંદ કર્યો હતો. ધોરણ-10 પછી મારે સાયન્સમાં જવુ હતુ. પરંતુ મને શિક્ષકોએ કીધુ હતું કે જો તારે આ જ ક્ષેત્રમાં આગળ વધવુ હોય તો તુ એવુ ક્ષેત્ર પસંદ કર જે તને ભવિષ્યમાં આગળ જઈને મદદ કરે. તેથી મેં કોમર્સ પસંદ કર્યુ હતું.

ટકાના આધારે નહીં પરંતુ ક્રિએટીવીટી પ્રમાણે કામ મળ

ડોક્ટર સીએ જેવા પ્રોફેશન જેટલું જ મહત્વ અપાય છે

2
શિવમ હિરપરા , (સાયન્સ)
ફાઈન આર્ટ્સમાં અપ્લાયડ આર્ટમાં સ્પેલાઈઝેશન કરી રહ્યો છું. 12 સાયન્સનો અભ્યાસ કર્યો ત્યારે મને ખ્યાલ ન હતો કે ફાઈન આર્ટસ જેવું કોઈ ક્ષેત્ર હોય છે. પહેલાથી મને ડ્રોઈંગમાં રસ હતો પણ ત્યારે આ કોર્સ વિશે જાણ ન હોવાથી મેં સાયન્સ પસંદ કર્યુ હતુ. સાયન્સ પછી મને ખબર પડી કે, ફાઈન આર્ટ્સ જેવો ડિપાર્ટમેન્ટ હોય છે, એટલે મેં એમાં એડમિશન લીધું.

મહિને 1 લાખ રૂપિયાથી પણ વધારે કમાણી કરી શકાય છે

3
આર્ટ્સના માત્ર 14, કોમર્સના 49 અને સાયન્સના 15 વિદ્યાર્થીઓએ એડમિશન લીધુ
ધ્રુવીના કોઠીયા , (સાયન્સ)
10 પછી સાયન્સ પસંદ કર્યુ હતું. કારણ કે, મને એવુ લાગતુ હતુ કે હું ડોકટર બની શકીશ. સાયન્સ લેવા છતા વધારે સમય ડ્રોઈંગ કરવામાં અને ડુડલીંગ બનાવતી હતી. સાયન્સમાં ત્રીજા સેમેસન્ટર પછી મને ખબર પડી કે, ફાઈન આર્ટ્સ જેવો ડિપાર્ટમેન્ટ હોય છે. ત્યારથી જ મને સાયન્સમાં રસ ઘટવા લાગ્યો. સાયન્સ કર્યા પછી તરત જ ફાઈન આર્ટ્સમાં એડમિશન લીધું હતું.

પુસ્તકિયા નોલેજ કરતાં આવડતને વધારે મહત્વ

4
અન્ય સમાચારો પણ છે...