તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પીઆઈ સામે જ ચાર્જશીટ નબળી બનાવવા 3 લાખ માંગ્યાનો આક્ષેપ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહિધરપુરામાં નોંધાયેલાં ત્યકતા પરના ગેંગરેપ કેસમાં મંગળવારે નવો વળાંક આવ્યો હતો. આરોપીઓને જ્યારે આજે કોર્ટમાં રજૂ કરાયા ત્યારે કોર્ટ સમક્ષ આરોપીએ મહિધરપુરાના પીઆઇ પી.એ. આર્ય સામે ગંભીર આક્ષેપ કર્યા હતા. આરોપીનું કહેવું હતું કે ચાર્જશીટ નબળી બનાવવા માટે રૂપિયા ત્રણ લાખ માગવામાં આવ્યા હતા. રૂપિયા નહીં આપતાં આરોપી વસીમને માર મારવામાં આવ્યો હતો. કોર્ટે આરોપીને સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ચકાસણી માટે મોકલવાનો ઓર્ડર કર્યો હતો.

ત્રણેય આરોપીઓ વસીમ શેખ, બાબુ ઉર્ફે આફતાબ શેખ અને સૈયદ નૌસાદની ધરપકડ કરી હતી. તમામને કોર્ટે ચાર દિવસના રિમાન્ડ આપ્યા હતા, જેની અવધિ આજે પુરી થતાં તમામને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. વધુ રિમાન્ડ નહીં મંગાતા તમામને જયુડિશિયિલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો