તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

3 ગાર્ડની હાજરી, સામે પોલીસ ચોકી છતાં સુટેક્ષ કો.ઓ.બેંકમાં કબાટના તાળાં તૂટ્યા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉધના મગદલ્લા પોલીસ ચોકીની સામે સુટેક્ષ બેંકમાંથી રવિવારે મળસ્કે ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બેંકમાં સિક્યુરિટી ગાર્ડ હોવા છતાં ચોરીનો પ્રયાસ થતા બેંકની સુરક્ષાનો મોટો સવાલ ઉભો થયો છે. બેંકના ઓડીટ વિભાગના મેનેજર નિમેષભાઈ કાપડીયાએ ખટોદરા પોલીસમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બેંકના સીસીટીવી કેમેરા ઉપરાંત આજુબાજુની ફેક્ટરીઓના સીસીટીવી કેમેરાના આધારે તપાસ શરૂ કરી છે. ઉધના-મગદલ્લા રોડ પર ધી સુટેક્ષ.કો.ઓ.બેંકમાં ચોરોએ ટેરેસના દરવાજાનો નકૂચો તોડીને અંદર પ્રવેશીને બીજા માળે 6 કબાટોના તાળાં તોડીને તેમાંથી ચોરીનો પ્રયાસ કર્યો હતો.

સુટેક્ષ બેંકની આ વહીવટી કચેરી હોવાથી અહીં રોકડ રાખવામાં આવતી નથી. માત્ર અહીં લોનના પેપરોની ફાઈલો તેમજ બેંકના અગત્યના ડોક્યુમેન્ટો રાખવામાં આવે છે. સુટેક્ષ બેંકની બહાર ત્રણ સિક્યુરિટી ગાર્ડ પણ તૈનાત હતા છતાં તેઓને આ ઘટના અંગે ખબર પડી ન હતી. બેંકનું ગ્રાઉન્ડ પ્લસ બે માળનું બિલ્ડિંગ છે. ચોરો ટેરેસ પરથી પહેલા દરવાજાનો નકૂચો તોડી પહેલા સીસીટીવી કેમેરા અને કેબલ કાપી નાખી બીજા માળે દરવાજાનો નકૂચો તોડીને અંદર આવ્યા હતા. ચોરો એટલા ચાલાક છે કે મોબાઈલની ટોચ સીસીટીવી કેમેરા પર મારી હતી. જેના કારણે ચોરોનો ચહેરો સ્પષ્ટ દેખાતો ન હતો. જોકે, કેમેરાના આધારે ત્રણ ચોરો બેંકમાં ચોરી કરવા માટે આવ્યા હોવાનું લાગી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો