તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દહેજમાં કાર માંગી પરિણીતાને ત્રાસ આપનાર પતિ સહિત 3ની ધરપકડ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરત | સાસરીયાઓએ દહેજમાં કારની માંગણી કરી પરિણીતા ત્રાસ આપી કાઢી મુકતા મહિલા પોલીસમાં ફરિયાદ થઈ છે. જેથી પોલીસે પતિ બ્રિજેશ જયેશ શાહ, સસરા જયેશ અને શિલ્પાબેન શાહ(સિધ્ધગીરી રેસિડન્સી,પાલ)ની બુધવારે ધરપકડ કરી હતી. 34 વર્ષીય પરિણીતાના 2019માં લગ્ન થયા હતા. લગ્નના થોડા મહિનામાં જ પતિ અને સાસરીયાઓએ નાની નાની બાબતે ઝધડો કરી શારીરિક માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું, એટલું જ નહિ પતિએ હોન્ડા સિટી ગાડી લેવાની હોય અને સાસુનું ઓપરેશન હોય, જેથી પરિણીતાને પિયરમાંથી પૈસા લાવવા દબાણ કર્યુ હતું. પરિણીતાના પિતા સાસરીયામાં આવતા પતિએ કહ્યું કે આ તો કંઈ માર્યુ નથી, મારો હાથ તો એટલો ભારે છે કે હવે બીજી વખત એને મારી નાખીશ કે એ ઉપર જ પહોંચી જશે, પતિ અને સાસરીયાઓને પરિણીતાને ઘરમાંથી કાઢી મુકી હતી.
અન્ય સમાચારો પણ છે...