તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

28મીએ સી.એમ રૂા.304 કરોડના કામોનું લોકાપર્ણ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર | સુરત

આગામી 28 ફેબ્રુઆરીના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે પાલિકાના રૂા. 304 કરોડના વિવિધ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત થનાર કામોમાં બીઆરટીએસ ફેઝ-2 અંતર્ગત 58 કરોડના ખર્ચે સાકાર કરાયેલા ઉત્રાણ-અમરોલીને જોડતા મનીષા ગરનાળા રેલવે બ્રિજ, રૂા.8.91 કરોડના ખર્ચે સેન્ટ્રલ ઝોનમાં પબ્લિક બાઇસિકલ શેરિંગ સહિતના વિવિધ રૂા. 140 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ કરાશે. જ્યારે ખાતમૂર્હતના મુખ્ય કામોમાં રૂપિયા 118 કરોડના ખર્ચે અમૃત મિશન યોજના અંતર્ગત હયાત 100 એમએલડી ક્ષમતાના બમરોલી સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટને 115 એમએલડી ક્ષમતા કરવાનું, ભેંસાણથી વણકલા જંકશન રૂા.13.44 કરોડના ખર્ચે સીસી રોડ બનાવવાનું કામ અને જહાંગીરાબાદમાં રૂા.1.53 કરોડના ખર્ચે મોઝેક ગાર્ડન ડેવલપ કરવાના કામ સહિત કુલ રૂા.164.28 કરોડના વિવિધ કામોનો સમાવેશ થાય છે.

અમરોલી રેલવે બ્રિજ - પબ્લિક બાઇસિકલ શેરિંગ પ્રોજેક્ટનો પ્રારંભ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો