આપઘાત / 23 વર્ષીય અંકિતાએ પ્રેમીનો વિરહ 24 કલાક પણ જીરવી ન શકતાં ફાંસો ખાધો

Surat News - 23 year old ankita spent her 24 hour absence of lover on a trail 035154

DivyaBhaskar News Network

Feb 12, 2019, 12:07 PM IST
ઘોડદોડ રોડ સ્થિત નારી સંરક્ષણ ગૃહમાં એક યુવતીએ બાથરૂમમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. 5મી ફેબ્રુઆરીએ ઘરેથી ભાગીને મંદિરમાં પ્રેમ લગ્ન કરી લેનારાં પ્રેમી પંખીડાંને પોલીસે કેશોદથી ઝડપી પાડ્યાં હતાં. જોકે, પ્રેમીની ઉંમર 21 વર્ષથી ઓછી હોવાને કારણે યુવતીને શનિવારે નારી સંરક્ષણ ગૃહમાં મોકલી આપવામાં આવી હતી. પરિવાર પ્રેમલગ્નના વિરોધમાં હોવાથી તેણે આપઘાતનું પગલું ભરી લીધું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

કતારગામ રમણનગર વિસત કોમ્પ્લેક્સ ખાતે રહેતી અંકિતા નાગજીભાઈ કાકલોતર (23)ના પિતાનું ત્રણ વર્ષ અગાઉ અવસાન થઈ ગયું હતું. તેની માતા ઘરકામ કરતી હતી અને ભાઈ હીરાના કારખાનામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. અંકિતા ઘરે સિલાઈકામ કરી પરિવારના ગુજરાનમાં મદદરૂપ થતી હતી. થોડો સમય પહેલા તેના ઘર નજીક રહેતા ભાવેશ બાબુભાઈ ગોહીલ (20) સાથે આંખ મળી ગઈ હતી. બન્ને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. જોકે, અલગ-અલગ જ્ઞાતિના હોવાના કારણે પરિવારને બન્નેનો પ્રેમ સંબંધ મંજૂર ન હોવાથી ગઈ તા.5 ફેબ્રુઆરીના રોજ અંકિતા અને ભાવેશ ઘરેથી ભાગી ગયાં હતાં અને મંદિરમાં લગ્ન કરી લીધાં હતાં. બીજી તરફ અંકિતાના પરિવારે તેના ગુમ થયાની ફરિયાદ કતારગામ પોલીસ મથકમાં નોંધાવી હતી. મોબાઇલ ફોનના લોકેશનના આધારે બન્નેને જૂનાગઢના કેશોદ બસ ડેપો પાસેથી પોલીસે ઝડપી લીધાં હતાં અને શનિવારે સુરત લઈ આવ્યા હતા. બન્નેએ લગ્ન કર્યાં હોવાનુ પોલીસને જણાવતાં પોલીસે બન્નેની ઉંમરની ખરાઈ કરી હતી. જેમાં ભાવેશની ઉમર 20 વર્ષ 6 મહિના જ હોવાથી તેમ જ અંકિતાએ પિતાના ઘરે જવાનો ઇનકાર કરતાં પોલીસે શનિવારે સાંજે તેને નારી સંરક્ષણ ગૃહમાં મોકલી આપી હતી. જ્યાં સોમવારે સવારે અંકિતાએ બાથરૂમમાં જઈ દુપટ્ટા વડે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતાં ઉમરા પોલીસ નારી સંરક્ષણ ગૃહ દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. ભાગીને લગ્ન કર્યાં બાદ પણ પ્રેમીથી અલગ રહેવાનું થતાં તેણે આપઘાતનું પગલું ભરી લીધું હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.

મૃતક અંકિતા

શનિવારે રાત્રે પ્રેમીનો ફોટો છાતી સાથે લગાડી સૂઈ રહી

નારી સંરક્ષણ ગૃહમાં શનિવારે મોકલી આપવામાં આવેલી અંકિતા ભાવેશના ગળાડૂબ પ્રેમમાં હતી. નારી સંરક્ષણ ગૃહમાં પણ શનિવારે રાત્રે તે પ્રેમીનો ફોટો છાતી સાથે લગાડી સૂઈ રહી હતી. સવારે તેની પાસે કપડાં ન હોવાથી તેણે કપડાં આપવાની તજવીજ ચાલતી હતી ત્યારે તેણે પ્રેમીનો ફોટો છાતી સાથે લગાડી રાખ્યો હોવાની સુપરિન્ટેન્ડન્ટને જાણ થતાં તેની પાસેથી ફોટો લઈ લીધો અને તેને પ્રેમી સાથે લગ્ન જીવન જીવી શકશે તેવું આશ્વાસન પણ આપ્યું હતું. બીજી તરફ પ્રેમી ભાવેશને છોડી દેવામાં આવ્યો હતો.

X
Surat News - 23 year old ankita spent her 24 hour absence of lover on a trail 035154
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી