તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કતારગામમાં મોબાઇલ ફોનની દુકાનમાંથી 2.21 લાખની ચોરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કતારગામમાં મોબાઈલની દુકાનમાં ત્રાટકેલા તસ્કરોએ એકઝોસ્ટ ફેનવાળી જગ્યામાંથી ઘુસીને દુકાનમાંથી 2.21 લાખના મોબાઈલ અને લેપટોપની ચોરી કરી ફરાર થયા છે. દુકાનમાં સીસીટીવી કેમેરા છે પરંતું તે બંધ હાલતમાં છે. કતારગામ ઈલા પાર્ક સોસાયટીમાં રહેતા યતીન વિરજી બંધીયાએ કતારગામ પોલીસમાં ફરિયાદ કરી છે. જેમાં તેઓની પિપલ્સ ચાર રસ્તા પાસે યદુનંદન કોમ્પલેક્ષમાં મોબાઈલની દુકાન છે. જયાથી 3 તારીખે રાત્રે ચોરોએ એકઝસ્ટ ફેનવાળી દોઢેક ફુટની જગ્યામાંથી ઘુસીને દુકાનમાંથી લેપટોપ-1 અને મોબાઈલ-8 તેમજ રોકડ 1 લાખ મળીને 2.21 લાખની ચોરી કરી ગયા હતા. વધુ તપાસ કતારગામ પોલીસ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...