તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોસાડના 22 મકાન સીલ, 437 આવાસ ધારકો પાસેથી 17.50 લાખની વસૂલાત

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

કતારગામ ઝોન દ્વારા કોસાડ આવાસમાં બાકી વેરા તેમજ બાકી હપ્તાની વસૂલાત માટે એક સાથે 52 કર્મીઓની કુમક મેદાને ઉતારવામાં આવી હતી. આ કામગીરી હેઠળ 22 આવાસને સીલ મારી દેવાતા ફફડાટ વ્યાપી ગયો હતો. વિભાગે 183 આવાસનાં બાકી મિલકત વેરા પેટે 3.96 લાખ જ્યારે 254 આવાસનાં બાકી હપ્તા પેટે 13.54 લાખ રૂપિયાની વસૂલાત કરી હતી. કતારગામ ઝોનના આકારણી અધિકારી પ્રકાશ નાયકે જણાવ્યું હતું કે, ગુરુવાર સવારે કતારગામ ઝોનના 52 કર્મચારીઓની ટીમ કોસાડ આવાસ પહોંચી ગઇ હતી. આવાસમાં બાકી મિલકત વેરા વસૂલવાના પ્રયત્નો કરાયા હતાં. દરમ્યાન 22 આવાસને સીલ મારી દેવાયા હતાં.કતારગામ ઝોનના કર્મીઓએ 183 આવાસોને રડાર ઉપર લેતા સ્થળ ઉપર જ 3.96 લાખ રૂપિયા ચુકવી દેવાયા હતાં. જ્યારે 254 આવાસનાં બાકી હપ્તાની રકમ ન મળતા કાર્યવાહી શરૂ કરાઇ હતી. જોકે આવાસ ધારકોએ હપ્તા પેટે 13.54 લાખ રૂપિયા સ્થળ ઉપર જ જમા કરાવી દીધા હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો