ફોર્મ સમયસર ન જમા કરાવનાર 22 ડીલરો વાહનો નહીં વેચી શકે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર | સુરત

વાહનો વેચ્યા પછી રજિસ્ટ્રેશનના ફોર્મ ફૂરસદે જમા કરાવતા 22 ડીલરો વાહન વેચી શકશે નહીં. કારણ કે, આરટીઓએ ડીલરોનાં ટ્રેડ સર્ટિફિકેટ સાત દિવસ માટે રદ કરી દીધા છે. જોકે, ટ્રેડ સર્ટિફિકેટ રદ કરતા પહેલા આરટીઓએ ડીલરોને બે-બે વખત નોટીસ અને રૂબરૂ બોલાવીને સૂચના પણ આપી હતી. છતાં પણ રજિસ્ટ્રેશન ફોર્મ સબમીટ કરાવ્યા ન હતા. છ-છ મહિના વાહન ચાલકોએ ધક્કા ખાતા હતા. જેને કારણે ઇન્ચાર્જ આરટીઓ પાર્થ જોષીએ તપાસ કરતા જણાયું હતું કે, ડીલરો રજિસ્ટ્રેશન ફોર્મ સબમીટ કરાવી રહ્યા નથી. 8 હજાર નવા વાહનોનું રજિસ્ટ્રેશન બાકી જણાયું હતું. જેથી તેમણે ડીલરોને 10 મે, સુધીમાં ફોર્મ સબમીટ કરવા આદેશ કર્યો હતો. છતાં 22 ડીલરોએ નહીં કરાવતા તેમના સોમવારે 7 દિવસ માટે ટ્રેડ સર્ટિફિકેટ રદ કરી દેવાયા હતા. જો તે પહેલા જ ફોર્મ પહોંચાડી કાર્યવાહી પૂરી કરશે તો સર્ટિફિકેટ ફરી શરૂ કરાશે.

આ 22 ડીલરોનાં ટ્રેડ સર્ટિફિકેટ રદ

ધર્મરાજ અમીદીપ ચક્રધર ડીલર્સ સદગુરૂ ગંગા જલારામ ઓટો સીમા શ્રી બાલાજી મોટર્સ શિવાની મોટર્સ કિરણ મોટર્સ વિનોદ મોટર્સ શિવાની ઓટોમોબાઇલ પાટનર શિલિકોન કતારીયા અમર નવજીવન મોટર્સ પટેલ મોટર્સ નવજીવન પ્રાઇડ બાઇક્સ પી. એમ. મોટર્સ ગુજરાત મોટર્સ પાવર બાઇક્સ

ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર | સુરત

વાહનો વેચ્યા પછી રજિસ્ટ્રેશનના ફોર્મ ફૂરસદે જમા કરાવતા 22 ડીલરો વાહન વેચી શકશે નહીં. કારણ કે, આરટીઓએ ડીલરોનાં ટ્રેડ સર્ટિફિકેટ સાત દિવસ માટે રદ કરી દીધા છે. જોકે, ટ્રેડ સર્ટિફિકેટ રદ કરતા પહેલા આરટીઓએ ડીલરોને બે-બે વખત નોટીસ અને રૂબરૂ બોલાવીને સૂચના પણ આપી હતી. છતાં પણ રજિસ્ટ્રેશન ફોર્મ સબમીટ કરાવ્યા ન હતા. છ-છ મહિના વાહન ચાલકોએ ધક્કા ખાતા હતા. જેને કારણે ઇન્ચાર્જ આરટીઓ પાર્થ જોષીએ તપાસ કરતા જણાયું હતું કે, ડીલરો રજિસ્ટ્રેશન ફોર્મ સબમીટ કરાવી રહ્યા નથી. 8 હજાર નવા વાહનોનું રજિસ્ટ્રેશન બાકી જણાયું હતું. જેથી તેમણે ડીલરોને 10 મે, સુધીમાં ફોર્મ સબમીટ કરવા આદેશ કર્યો હતો. છતાં 22 ડીલરોએ નહીં કરાવતા તેમના સોમવારે 7 દિવસ માટે ટ્રેડ સર્ટિફિકેટ રદ કરી દેવાયા હતા. જો તે પહેલા જ ફોર્મ પહોંચાડી કાર્યવાહી પૂરી કરશે તો સર્ટિફિકેટ ફરી શરૂ કરાશે.

અન્ય સમાચારો પણ છે...