તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફૂડ લાઇસન્સ વગરની કેળાંની 22 સંસ્થાઓને બંધ કરાવાઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | ફૂડ સેફ્ટી એક્ટ પ્રમાણે લાયસન્સ ન હોવાથી પાલિકાના ફૂડ ખાતાએ શહેરમાં આવેલા કેળાના સપ્લાયરો-કોલ્ડ સ્ટોરેજો મળી કુલ 22 સંસ્થાઓને બંધ કરાવી છે.

ચિફ ફૂડ ઈન્સ્પેક્ટર જગદીશ સાલુંકેએ જણાવ્યું હતું કે, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ 22 સંસ્થાઓ પાસે લાયસન્સ જ ન હતાં. આ સંસ્થાઓમાં સૌલાની ફૂડ, ગોપીપુરા, સૈયદ ફરીદ મોહ્યુદીન, નાનપુરા, અબ્દુલ રઝાક શેખ, આંબાવાડી, કાલી પુરી, ઉસ્માન કેળાવાલા, રૂસ્તમપુરા, રઝાક કેળાવાલા, રૂસ્તમપુરા, હોસલાપ્રસાદ મૌર્યા, પાંડેસરા, દિપનારાયણ મિશ્રા, પાંડેસરા, અરૂણ શુકલા, પાંડેસરા, અવધ ફ્રૂટ, કે.જી.સેન્ટર, શંભુલાલ ગુપ્તા, જયસ્વાલ ફ્રૂટ, અંબે ફ્રૂટ (સંજયભાઈ), અંબે ફ્રૂટ, મૌર્ય ફ્રૂટ, તમામ સહારા દરવાજા, ધનલક્ષ્મી કોલ્ડ સ્ટોરેજ, નવાગામ, ડિંડોલી, સબર કેળા ભંડાર, શાસ્ત્રી ચોક, મદિના મસ્જીદ, રાકાપુર સપ્લાયર, ડિંડોલી, વિજય કેળાવાલા, અડાજણ, મોહન કેળાવાલા, આનંદ મહેલ રોડ, શિવ ફ્રૂટ કંપની, પાલનપુર છે.

અન્ય સમાચારો પણ છે...