ચીખલીના હત્યાના ગુનામાં ફરાર આરોપી 21 વર્ષે મુંબઈથી પકડાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત : ચીખલીમાં 1992માં મશ્કરીની બાબતે લોહીયાળ જંગમાં 3 બદમાશોએ ફાયરીંગ કર્યુ જેમાં એક યુવકનું મોત થયું અને અન્ય યુવકોને ગંભીર ઈજા થઈ હતી. આ ગુનામાં નવસારી કોર્ટએ ત્રણેય હત્યારાઓને આજીવન કેદની સજા કરી હતી. 3 હત્યારા પૈકી એક કેદી રાજુરાય ભીલારામ જયસ્વાલ(રહે,હિલરોડ,ચીનપોકલી,મુંબઈ) વડોદરાની મધ્યસ્થ જેલમાંથી ફર્લો રજા લઈને ફરાર થયો છે. 22 વર્ષની ઉમરે રાજુરાય જયસ્વાલ જેલમાં ફર્લો રજા લઈને ફરાર થયો હતો. ત્યાર પછી મુંબઈમાં ફેમિલી સાથે ભાગી ગયો હતો. મુંબઈમાં તે વેપારીના બંગલામાં ઘરકામ કરતો હતો. ક્રાઈમબ્રાંચે તેને શોધવા માટે લગભગ ઘણા વર્ષાથી તેના વતન અને તેના સંબધીઓ ઉપરાંત મુંબઈમાં તપાસ કરી હતી છતાં મળી આવતો ન હતો. બાતમીને આધારે ક્રાઇમબ્રાંચે મુંબઈના બ્રાંદ્રા રેલવે સ્ટેશન પરથી તેને 21 વર્ષ પછી શોધી કાઢયો હતો.

અન્ય સમાચારો પણ છે...