તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇશ્યૂ થયાના મિનીટમાં 200 કરોડના બોન્ડ ભરાયા, દોઢ કલાકમાં 1135 કરોડનું બિડીંગ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર | સુરત

પાલિકા દ્વારા 200 કરોડના બોન્ડ બહાર પાડ્યાના માત્ર પ્રથમ મિનીટની અંદર જ 200 કરોડના બોન્ડ ભરાઇ ગયા હતા, સાથે જ 200 કરોડના બોન્ડ સામે 1135 કરોડનું બીડીંગ થયું હતું. રોકાણકારોના બોન્ડને લઇ અકલ્પનિય પ્રતિસાદને જોઇ પાલિકા ભવિષ્યમાં અન્ય પ્રોજેક્ટ માટે પણ બોન્ડ બહાર પાડી શકે એવી શક્યતા જણાઇ રહી છે. રોકાણકારોને ઓછામાં ઓછું 8.68 ટકા વાર્ષિક વ્યાજ પાલિકા ચુકવશે.

સુરત મહાનગર પાલિકા ટેક્ષેબલ બોન્ડની બીડીંગનો સમય સવારે 11 થી 12.30 સમયગાળા દરમ્યાન બી.એસ.ઇ પર નિર્ધારિત કરવામાં આવ્યો હતો. બોન્ડ ટેક્ષબેલ, રીડીમેબલ, નોન-કન્વીર્ટબલ, લીસ્ટેડ બોન્ડ ડિબેન્ચરના સ્વરૂપમાં રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં ઘણા રોકાણકારોએ મળી કુલ 1135 કરોડનું અદભૂત બીડીંગ કર્યું હતું.

માર્કેટ ડાઉન થતાં ડિમાન્ડ ધાર્યા કરતા ઓછી આવી | પાકિસ્તાન વાયુસેનાએ કાશ્મીરમાં એલઓસી પાસે હુમલો કરતાં માર્કેટ આજે નીચું રહ્યું હતું. જેની અસર રોકાણકારો પર પડી હોવાની માહિતી સાંપડી છે. પાલિકાને 2 હજાર કરોડનું બીડીંગ મળશે એવી આશા હતા, જો કે માર્કેટમાં થયેલા ઉતાર-ચઢાવના કારણે બીડીંગ 1135 કરોડ મળ્યું હોવાનું જાણવા મળ્યું છે.

પાલિકાને 26 કરોડ ગ્રાન્ટ મળશે
200 કરોડના બોન્ડ ઇશ્યુ કર્યા બાદ પાલિકાને પ્રથમ 200 કરોડ મળી જતાં કેન્દ્ર સરકાર 100 કરોડના બોન્ડ પર 13 ટકા એટલે કે 13 કરોડ ગ્રાન્ટ આપશે. આમ 200 કરોડના બોન્ડ પર પાલિકાને 26 કરોડની ગ્રાન્ટ મળશે. આ ગ્રાન્ટ પાલિકા વિકાસ કામની પાછળ ખર્ચશે.

આ પ્રોજેકટ માટે બોન્ડ બહાર પાડ્યા
પાલિકાએ ડ્રેનેજ વિભાગના 5 કામના497 કરોડના અંદાજ સામે રૂા.263 કરોડના ડીપીઆર મંજુર થયા છે જેમાં 70 ટકા રાજ્ય અને કેન્દ્ર સરકારની ગ્રાન્ટ જ્યારે 30 ટકા પાલિકા ભોગવશે. જેથી આ પ્રોજેકટ પાછળ થનારા ખર્ચ માટે પાલિકાએ બોન્ડ બહાર પાડ્યા છે.

અમદાવાદમાં બોન્ડ 2 મિનિટમાં ભરાયા
જાન્યુઆરીમાં અમદાવાદ પાલિકાએ ઇસ્યૂ કરેલા 200 કરોડના બોન્ડ 2 મિનિટમાં જ ભરાયા હતા, જેની સામે સુરત પાલિકાના બોન્ડ માત્ર 1 મિનિટની અંદર જ ભરાયા હતા. અમદાવાદમાં 1085 કરોડનું બીડીંગ થયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો