તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આંબા પર જીવાત પડતા 9692 હેક્ટરમાં 20% જ પાક બચ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત જિલ્લામાં 9692 હેક્ટરમાં આંબાવાડી આવેલ છે. ચાલુ સિઝનમાં આંબાઓ પર રેકોડબ્રેક મંજરીઓ આવતાં કેરીનો પાક સારો થવાની ખેડૂતોને આશા જાગી હતી. પરંતુ ફરી એક વખત વાતાવરણની અસર કેરીના પાકને થતાં ખેડૂતોને નિરાશ કર્યા છે. મંજરી પર ચિકિયો (જીવાત) પડતાં ગત વર્ષની સરખામણીએ 50 ટકા પાક ઘટ્યો છે. ચાલુ સિઝનમાં માત્ર 20 ટકા જ કેરીનો પાક થયો હોવાનું બાગાયત વિભાગના સરવે દ્વારા જાણવા મળેલ છે. આંબા પર મોર સારો આવ્યો, પરંતુ ઠંડીની સિઝનમાં થયેલ ધૂમ્મસ અને અચાનક તાપમાનના ઉછાળાને કારણે મંજરી પર મધિયો નામનો રોગ થતાં મોર ખરી પડ્યા હતાં.

કેરીના પાકની સિઝનની શરૂઆતમાં આંબાવાડીઓ મંજૂરીથી મહેકી ઉઠતાં ચાલુ સિઝનમાં કેરીનો સારો પાક થવાની ખેડૂતોને આશા જન્મી હતી, પરંતુ ક્ષણીક પુરવાર થઈ છે. સતત ઠંડી ભર્યુ વાતાવરણ રહેતા મંજરીઓ પર ચીકીયો રોગ લાગતાં કાળી થઈ ગઈ હતી. પરિણામે કેરીનો ઘણો પાક નિષ્ફળ થયો છે . સુરત જિલ્લાના 7 તાલુકામાં 6,992 હેક્ટરમાં આંબાવાડીઓ આવેલ છે. ખેડૂતોની સારા પાકની અપેક્ષા સ્વપ્ન બની રહી ગઇ છે. જિલ્લામાં આંબાવાડીઓમાં માત્ર 20 ટકા જ કેરીનો પાક થયો છે. ગત વર્ષે કેરીનો 40 ટકા પાક થયો હતો. ચાલુ સિઝનમાં માત્ર 20 ટકા કેરીના પાક થયો છે. લોકોની પ્રિય હાફૂસ અને કેસર કેરીનું પ્રમાણ અન્ય જાતો કરતાં ઘણું ઓછુ હોવાનું બગાયત વિભાગના સરવેમાં જાણવા મળેલ છે. ખેડૂતો મોઘી દવા સહિતની ટ્રીટમેન્ટ કરી સારી આવક મળવાની આશા લગાવતાં ખેડૂતોની ચાલુ સિઝનમાં ઉંઘ હરામ કરી છે. જિલ્લામાં કેરીનો 80 ટકા પાક નિષ્ફળ રહ્યો છે.

વાડી જેમ મોટી તેમ ફટકો મોટો
કેરીનો પાક નિષ્ફળ થવામાં મતાંતર જોવા મળ્યું છે. જે ખેડૂતની આંબાવાડી ખુલ્લામાં હોય ચારે બાજુથી હવા પ્રકાશની અવર જવર થતી હોય તેવા ખેડૂતોના કેરીના પાકને ઓછી અસર છે. જ્યારે સળંગ આંબાવાડીના ખેતરો હોય, એવા ખેડૂતોની આંબાવાડીમાં કેરીનો પાક ઘણો નિષ્ફળ થયો છે. જેનું કારણ એકસાથે આંબાવડી હોય તો જીવાત ઝડપી ફેલાય છે. જ્યારે ખુલ્લી આંબાવડી હોય જેના જીવાતની અસર ઓછી થાય છે.

કેસર અને હાફૂસને વધુ અસર
સિઝનમાં લોકોની પ્રિય કેસર અને હાફૂસ કેરીના પાક વધુ નિષ્ફળ થયો છે. રાજાપુરીનો પાક એવરેજ છે. જોકે, દશરી અને લંગડો કેરીના જૈવિક ગુણધર્મ મુજબ એક વર્ના આંતરે સારો પાક રહેતો હોય છે. આ સિઝનમા બંને કેરીની જાતનો પાક સારો હોવાનું જાણવા મળેલ છે.

ફ્લાવરિંગના ટાણે જ જીવાત
ગત વર્ષે કેરીનો પાક 40 થી 45 ટકા હતો. જેની સામે ચાલુ સિઝનમાં માત્ર 20 ટકા જેટલો છે. મંજરી રેકોર્ડ બ્રેક આંબે ખીલી ,પરંતુ વાતાવરણમાં સતત ઠંડી ચાલુ રહેતા ફ્લાવલિંગમાં ચીકીયો (જીવાત) આવી જતાં મંજરી કાળી પડી ગઈ હતી, અને કેરીના પાકને મોટી અસર થઈ છે. દિનેશ પડાલિયા, નાયબ બગાયત નિયામક, સુરત

અન્ય સમાચારો પણ છે...