યુનિ.એ એનરોલમેન્ટ ન કરતાં 2 વિદ્યાર્થિનીએ ઇ.રજિસ્ટ્રારને ફરિયાદ કરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત ઃ વીર નર્મદ યુનિવર્સિટીના પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા મેડિકલ લેબોરેટરી ટેક્નોલોજી ડિપાર્ટમેન્ટમાં અભ્યાસ કરતી 2 વિદ્યાર્થિનીનું એનરોલમેન્ટ ન થતાં તેમના ભાવિ સાથે ચેડાં થયાં હોવાનું જણાવી એડિશનલ ઇનચાર્જ રજિસ્ટ્રાર ડૉ. રાજેન્દ્ર પટેલને લેખિતમાં ફરિયાદમાં કરી છે. બંને વિદ્યાર્થિનીએ ફરિયાદ લખ્યું છે કે, એડમિશન પ્રક્રિયાના બેચ-1માં એક વિદ્યાર્થિનીને ભગવાન મહાવીર કોલેજમાં અને બીજી વિદ્યાર્થિનીને શ્રી રામકિષ્ણ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રવેશ મળ્યો હતો. જ્યાં ફી ન ભરી પ્રવેશ રદ કરાવ્યો હતો. બેચ-2ની પ્રવેશ પ્રક્રિયા દરમિયાન યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટમાં પ્રવેશ મળ્યો હતો. જ્યાં ફી ભરી હતી અને અભ્યાસ પણ કર્યો હતો. યુનિ.એ કોઈ કારણોસર તેમનું અનરોલમેન્ટ નહીં કરતાં વિદ્યાર્થિનીઓ અટવાઈ છે. જેથી એનરોલમેન્ટ થાય તેવી માંગ છે. આ ફરિયાદ અંગે એડમિશન કમિટી નિર્ણય લેશે.

અન્ય સમાચારો પણ છે...