તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પુરી-અમદાવાદ ટ્રેનમાંથી 22 કિલો ગાંજા સાથે 2 ઝબ્બે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર | સુરત

સુરતમાં ગાંજો ઠાલવવા માટે જાણીતી પુરી - અમદાવાદ એકેસપ્રેસ ટ્રેનમાંથી ફરી 22 કિલોનો ગાંજાનો જથ્થો પકડાયો છે.

રેલવે પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, સુરત રેલેવે સ્ટેશને નાર્કોટિક્સની એનડીપીએસ ટીમે બાતમીને આધારે સવારે 4 વાગ્યે પુરી -અમદાવાદ એક્સપ્રેસના એસ 7 કોચમાંથી બે શંકાસ્પદ વ્યક્તિને રોકી પુછપરછ કરતા બંને ગલ્લાતલ્લા કરવા લાગ્યા હતા તેમજ તેઓનંુ વર્તન પણ શંકાસ્પદ લાગ્યું હતું. જેથી બંનેને રેલવે પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા.બંનેની બેગ ચેક કરતા અંદરથી 22 કિલોથી વધુના ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જેથી બંનેની આકરી પૂછપરછ કતા બંને ગંજામનાં રહેવાસી હોવાનું જણાવ્યું હતું અને પોતાનું નામ દીનબંધુ વિશ્વાહ અને બાલારામ મોહંતી જણાવ્યું હતું. રેલવે પોલીસે બંનેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો