18મીએ જિલ્લા રેસલિંગ U 23ની પસંદગી ટ્રાયલ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | સુરતના પહેલવાનોને ગુજરાત કક્ષાએ રમવાનો મોકો મળે તે માટે ગુજરાત સ્ટેટ રેસલિંગ એસોસિએશન અનેસુરત જિલ્લા રેસલિંગ એડહોકે સમિતિ દ્વારા સુરત દિલ્લાની કુસ્તી અંડર 23ની પસંદગી કરવાવા માટે ટ્રાયલ્સ કેમ્પનું આયોજન કરવામાં આ‌વ્યું છે. આ ટ્રાયલમાં ભાઈઓ અને બહેનો ટ્રાયલ આપી શકશે. ટ્રાયલ 18મી મેના રોજ સવારે 8.30 વાગ્યાથી નવસારીનીધી. ડી.કે.ટાટા હાઈસ્કૂલ ખાતે યોજાશે.

1997થી 2002 સુધી જન્મેલા ભાગ લઈ શકશે
આ ટ્રાયલ્સમાં સુરત જિલ્લાના પહેલાવાનો કે જેમનો જન્મ વર્ષ 1997થી વર્ષ 2002 સુધીમાં થયો છે અને બાર માસ કે તેથી વધુ સમયથી સુરત જીલ્લામાં રહેતાં હશે તેઓ ભાગ લઈ શકશે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે જન્મ તારીખનો દાખલો અને રહેઠાણના પુરાવો, આધાર કાર્ડ ફરજિયાત સાથે રાખવું પડશે. ગુજરાત બહાર જન્મેલાઓએ રહેઠાણના પુરાવા તરીકે ડોમીસાઈલ સર્ટીફિકેટ આપવાનું રહેશે. ભાગ લેવા આવનાર પહેલવાનો તા 18 મે ના રોજ સવારે 8.30 વાગ્યા પહેલા ટ્રાયલ્સના સ્થળે મંત્રી નિતિન પટેલનો સંપર્ક કરવો.

પસંદ થયેલા ખેલાડી રાજ્ય કક્ષાએ રમશે
પસંદ પામેલા ખેલાડીઓને રાજ્ય કક્ષાની મેચમાં રમવાનો મોકો મળશે.ગુજરાત સ્ટેટ અંડર 23 રેસ્લિંગ ચેમ્પિયનશિપમ 15 અને 16 જૂનના રોજ અમદાવાદમાં યોજાશે. પસંદ થયેલાં બેસ્ટ ખેલાડી રાજ્યકક્ષાએ રમશે.

અન્ય સમાચારો પણ છે...