તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાપોદ્રા અને પુણાના બે ઘરમાં રોકડ- દાગીના મળી 17 લાખની ચોરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાપોદ્રા-પુણા વિસ્તારમાં તસ્કરોએ પોલીસ પેટ્રોલિંગના દાવાની પોલ ખોલી નાખી છે. તસ્કારોએ કાપોદ્રામાં ઘરમાંથી રોકડા અને ઘરેણાં મળીને કુલ 5.61 લાખ રૂપિયાની ચોરી કરી છે. પુણામાંથી રોકડા 4.75 લાખ રૂપિયા અને ઘરેણાં મળીને કુલ 11.50 લાખ રૂપિયાની ચોરી કરીને તસ્કરો ભાગી ગયા હતા.

કાપોદ્રામાં રચના સર્કલ પાસે યમુનાકુંજ સોસાયટીમાં રહેતા ચીમન હિંમતભાઈ કોલડિયા બેકરી, જ્વેલરી અને ટાઇલ્સના વ્યવસાય સાથે જોડાયેલા છે. રવિવારે તેઓ પરિવાર સાથે ઉપરના માળે હતા.

નીચેના માળે કોઈ ન હતું ત્યારે તસ્કરોએ દરવાજાને ધક્કો મારતા તે ખુલી ગયો હતો. તસ્કરોએ તિજોરી તોડીને તેમાંથી રોકડા 98,000 અને ઘરેણાં મળીને કુલ 5.61 લાખ રૂપિયાની મત્તા ચોરી કરીને નાસી ગયા હતા. ચીમન કોલડિયાએ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

તેવીજ રીતે કુંભારીયા રોડ પર ઇન્ટરસિટી ટાઉનશિપમાં રહેતા સંજય બથડ બે દિવસ પહેલા પત્ની વર્ષાબેન સાથે નાગપુર ગયા હતા. 12મી તારીખે રાત્રિ દરમિયાન તસ્કરોએ સંજયના બંગલાની ગ્રીલ તોડીને ઘરમાં ઘૂસીને રોકડા 4.75 લાખ અને સોનાના ઘરેણાં મળીને કુલ 11.50 લાખની મત્તા ચોરી કરીને નાસી ગયા હતા. સંજયના સાળા શિવપ્રસાદ નારાયણદાસ કાબરાએ પુણા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...