CCTV કાઢ્યા ને કટરથી તિજોરી કાપી કારખાનામાં 17 લાખના હીરા ચોરાયા
કાપોદ્રામાં મોહનનગર ડાયમન્ડ એસ્ટેટ વિભાગ-1માં જાનવી જેમ્સ નામના હીરાના કારખાનામાં રાત્રે ત્રાટકેલા તસ્કરોએ કટરથી તિજોરી કાપીને 17 લાખ રૂપિયાના હીરા ચોરી કરીને નાસી ગયા હતા.
મોટા વરાછા ખાતે સિલ્વર મેગ્જીમામાં રહેતા કિર્તીભાઈ રામજી ભીકડિયા હીરાનો વ્યવસાય કરે છે. તેમનું કાપોદ્રામાં ડાયમન્ડ એસ્ટેટ વિભાગ-1માં જાનવી જેમ્સના નામે હીરાનું કારખાનું છે. સવારે કિર્તી ભીકડિયા અને કારીગરો તથા મેનેજરો કારખાને પહોંચ્યા ત્યારે ચોરી વિશે ખબર પડી હતી. કારખાનામાં ઘુસીને તસ્કરોએ તિજોરીને પાછળના ભાગેથી કટરથી કાપીને તેમાંથી પ્લાસ્ટીકની ડબ્બીઓમાંથી હીરા ચોરી કરીને તસ્કરો નાસી ગયા હતા. ડબ્બીઓમાં 4500 કેરેટના કાચા તથા તૈયાર હીરા હતા. ચોરાયેલા હીરાની કિંમત 17 લાખ રૂપિયા હતી.
કાલે જ કેમેરા ખસેડ્યા
અન્ય સ્થળે કારખાનું ખસેડવાનું કામ ચાલતું હોવાથઈ ગઈ કાલે જ સીસી ટીવી કેમેરા ખસેડીને નવા કારખાનામાં ઇન્સ્ટોલ કરવામાં આવ્યા હતા. એટલે જ્યાં ચોરી થઈ ત્યાં સીસી ટીવી કેમેરા ન હતા. એટલે આવની જાણ તસ્કરને હોવાની સંભાવના છે. એટલે કોઈ જાણભેદુએ આ ચોરી કરી હોવાની સંભાવના છે.