તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરાછા અને લિંબાયતમાંથી 1.68 લાખના ચેઇન સ્નેચિંગ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરના વરાછા અને લિંબાયત વિસ્તારમાં અલગ અલગ ચાર બનાવોમાં 1.68 લાખની કિંમતની સોનાની ચેઇન સ્નેચિંગ થયાની ફરિયાદ પોલીસમાં નોંધાઇ છે.

પુણાગામ લક્ષ્મીનગર વિનાયક પેલેસમાં રહેતા વનિતાબેન ભરતભાઇ પરમાર મંગળવારે રાત્રે પોણા અગિયાર વાગે પોતાની દિકરી નેહલ સાથે મોપેડ પર રેણુંકાભવન પાસે આઇસ્ક્રીમ ખાવા માટે મોપેડ પર સવાર થઇને નીકળ્યા હતા. તેઓ વરાછા અર્ચના બ્રિજ પરથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે બાઇક પર સવાર થઇને આવેલા બે શખ્સો તેમણે ગળામાં પહેરેલી રૂ.29,000ની કિંમતની સોનાની ચેઇન તોડી નાસી ગયા હતા.

બીજા બનાવમાં પુણાનાકા કોળીવાડમાં રહેતા જીગ્નેશ પ્રવિણભાઇ સોલંકી મંગળવારે રાત્રે પોણા નવ વાગે બુલેટ પર ડુંભાલ બ્રિજ ચઢી રહ્યા હતા. ત્યારે બાઇક પર આવેલા બે શખ્સોએ તેમના ગળામાં પહેરેલી રૂ.40 હજારની કિંમતની સોનાની ચેઇન તોડી નાસી ગયા હતા.

ત્રીજા બનાવમાં બમરોલી ઓમ સાંઇ નગરમાં રહેતા રશમીબેન કપિલભાઇ માવાપુરીના પિતાની તબિયત ખરાબ હોવાથી મંગળવારે સવારે તેઓ પોતાની મોપડ પર સવાર થઇને અક્ષય ટાઉનશીપમાં જવા માટે નીકળ્યા હતા. તે ડુંભાલ બ્રિજ ચઢી રહ્યા હતા.ત્યારે પાછળથી બાઇક પર સવાર થઇને આવેલા શખ્સોએ તેમના ગળામાં પહેરેલી રૂ.19 હજારની કિંમતની સોનાની ચેઇન તોડી નાસી ગયા હતા.

અન્ય એક બનાવમાં ગોડાદરા શ્રી એવન્યુમાં રહેતા શારદાબેન યોગેશ સીસારા મંગળવારે રાત્રે પતિ સાથે બાઇક પર બેસીને પોતાના ઘરે જઇ રહ્યા હતા. ત્યારે ગોડાદરા ધ્રુવ પાર્ક સોસાયટી પાસે બાઇક પર આવેલા બે શખ્સોએ તેમણે પહેરેલી રૂ.80 હજારની કિંમતની સોનાની ચેઇન તોડી નાસી ગયા હતા.

શહેરમાં અછોડા તોડનારી ગેંગનો આતંક


અન્ય સમાચારો પણ છે...